Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Weather: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનું જોર ઘટ્યું છે. તેમ છતા હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન છે.

Gujarat Weather

Gujarat News: 10 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાશે. જેની અસરથી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે 10 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં 15 ઓગસ્ટ બાદ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં વરસાદનો નવા રાઉન્ડ 15 ઓગસ્ટથી શરૂ થશે અને 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસશે.

15 ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ પડશે, પરંતુ 15 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધશે એટલે કે ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદનું અનુમાન છે. 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી શકે તેમ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

વરસાદના લાંબા વિરામ બાદ ફરી ગુજરાતમાં મોનસૂન એક્ટિવ થાય તેવા એેંધાણ જોવા મળી રહ્યાં છે. હવાાન વિભાગે આગામી દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે અત્યાર સુધીમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછુ રહ્યું છે. રાજકોટ, ઉપલેટા, ધોરાજી, જામનગર જિલ્લામાં ખાસ કરીને વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે. ત્યારે હવે ખેડૂતો માટે સારા સમાચાર છે. 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદનું અનુમાન છે. રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. 15થી 21 ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર વધવાની શક્યતા છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63% વરસાદ નોંધાયો

Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 63% વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11% વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16%, ઉત્તર ગુજરાતમાં 65.47%, પૂર્વ મધ્યમાં 64.87%, સૌરાષ્ટ્રમાં 55. 11% વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91% ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97% પાણીનો સંગ્રહ થયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X