For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાણસ્મા જીઆઈડીસીમાંથી નીમ કોટેડ યુરીયાનો જથ્થો ઝડપાયો, 3 આરોપીઓ સામે ફરિયાદ દાખલ!

ગુજરાતમાં સતત ખેડૂતોના હિસ્સાનું યુરિયા ખાતર ઉદ્યોગો દ્વારા વપરાતુ હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે હવે આવી જ એક વધુ ઘટના પ્રકાશમાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પાટણ : ગુજરાતમાં સતત ખેડૂતોના હિસ્સાનું યુરિયા ખાતર ઉદ્યોગો દ્વારા વપરાતુ હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે હવે આવી જ એક વધુ ઘટના પ્રકાશમાં આવી છે. ચાણસ્મા GIDC ખાતે સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર વેચાણ કરવા માટે રખાયેલો ક૧૮૪ બેગનો જથ્થો જપ્ત કરી ૩ સામે FIR દાખલ કરાઇ છે.

neem coated urea

રાજ્યમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતા સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાના ઔદ્યોગિક વપરાશ માટે વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં પાટણ જિલ્લાની ચાણસ્મા જી.આઇ.ડી.સી. ખાતે સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયા, ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઈન્ડસ્ટ્રીયલ પરપઝની બેગમાં પેક કરી ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે ૧ જૂલાઇના રોજ પાટણના નાયબ ખેતી નિયામક અને ખેતીવાડી અધિકારીઓની ટીમ દ્વારા રેડ કરી હતી. આ રેડ દરમિયાન સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાને ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઈન્ડસ્ટ્રીયલ વપરાશની બેગમાં સિલાઈ મારી, પેકીંગ કરેલી ૫૦ કિલો વજનની કુલ ૧૬૮ બેગ તેમજ જુદી-જુદી કંપનીની આશરે ૫૦ કિલો જથ્થો ધરાવતી ૧૬ બેગ એમ મળીને કુલ ૧૮૪ બેગ તથા પેકીંગ માટે સિલાઈ મશીન તેમજ આનુષંગિક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓ સામે ચાણસ્મા પોલીસ સ્ટેશન માં FIR દાખલ કરવામાં આવી છે. જ્યારે મળી આવેલા જથ્થામાંથી Suspected Neem Coating Ureaનો નમૂનો લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.

English summary
A quantity of neem coated urea was seized from Chanasma GIDC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X