For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણાના ડાભલા ગામનો વિદ્યાર્થી યુક્રેનથી પરત ફર્યો, દુખ સાથે અનુભવો વર્ણવ્યા!

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામના મનહરભાઈ પરમારનો દીકરો પાર્થ યુક્રેનમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલમાં ચાલી રહેલ યુદ્ધની વિકટ પરિસ્થિતિમાં દીકરો ત્યાં ફસાતા પરિવાર ખૂબ જ ચિંતિત હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

મહેસાણા: મહેસાણાના ડાભલા ગામનો વિદ્યાર્થી યુક્રેનથી સલામત ઘરે પહોંચ્યો હતો. વિદ્યાર્થી ઘરે પહોંચતા પરિવાર તથા વિધાર્થી પાર્થે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીએ તેમને ઘરે પરત ફરવા માટે ભોગવવી પડેલી યાતના વર્ણવી હતી.

parth

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામના મનહરભાઈ પરમારનો દીકરો પાર્થ યુક્રેનમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલમાં ચાલી રહેલ યુદ્ધની વિકટ પરિસ્થિતિમાં દીકરો ત્યાં ફસાતા પરિવાર ખૂબ જ ચિંતિત હતો અને તેને પરત લાવવા માટે વિનંતી કરી રહ્યો હતો. આ વચ્ચે ભારત સરકારે શરૂ કરેલ ઓપરેશન ગંગા મિશન દ્વારા તેમનો દીકરો હેમખેમ સુખરૂપ ઘરે આવી જતા પરિવારે રાહતનો દમ લીધો હતો અને પરિવારે આનંદ વ્યક્ત કર્યો હતો.

પાર્થ અને તેના 57 સાથીઓ ટર્નોપિલથી નીકળ્યા હતા. 25 તારીખે યુક્રેનના ટર્નોપિલથી યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર 50 કિલોમીટર ચાલીને ઠંડી અને ભૂખ વેઠીને 1 તારીખે તેઓ બોર્ડર ક્રોસ કરી પોલેન્ડ પહોંચ્યા હતા. રસ્તામાં ચાર દિવસ ઠંડી, થાક અને ભૂખને લીધે પાર્થને હાઇપો થરમીયાની સમસ્યા થઈ હતી.

રસ્તામાં પાર્થની બેગ ગુમ થઈ ગઈ જવા છત્તા તેઓ સલામત પહોંચ્યા હતા.
પાર્થે સલામત પહોંચ્યા બાદ ભારત સરકારનો આભાર માન્યો હતો અને ઓપરેશન ગંગાને કારણે પોતે સલામત પરત ફર્યા હોવાનું જણાવ્યુ હતું.

English summary
A student from Dabhala village of Mehsana returned from Ukraine, describing the experiences with sadness!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X