• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં ચૂંટણી માટે કુલ 51839 મતદાન મથકો સજ્જ, 1833 વિશેષ મતદાન મથકો હશે, જાણો તમાબ બાબતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ જરૂરી વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ જરૂરી વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત તથા સુવિધા આપવા માટે અલગ-અલગ પ્રકારના વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કર્યા છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, રાજ્યમાં તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર છે. બંને તબક્કાના કુલ 51,839 મતદાન મથક પૈકી 1,833 પોલીંગ સ્ટેશનો વિશેષરૂપે તૈયાર કરાયા છે.

મહિલા કર્મચારીઓ સંચાલિત 1,256 સખી મતદાન મથકો

મહિલા કર્મચારીઓ સંચાલિત 1,256 સખી મતદાન મથકો

રાજ્યભરમાં મહિલા કર્મચારીઓ સંચાલિત 1,256 સખી મતદાન મથકો હશે, દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત 182 મતદાન મથકો હશે, યુવા કર્મચારીઓ દ્વારા 33 પોલીંગ સ્ટેશનોનું સંચાલન થશે. આ ઉપરાંત, ચૂંટણી પંચ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને રાજ્યના 180 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવાશે, તેમજ 182 મૉડેલ પોલીંગ સ્ટેશન ઊભા કરીને નવતર પહેલ કરવામાં આવી છે.

દિવ્યાંગો સંચાલિત પોલીંગ સ્ટેશન

દિવ્યાંગો સંચાલિત પોલીંગ સ્ટેશન

સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તકો મળે તે હેતુથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન રાજ્યના કુલ-182 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે. જેમાં રાજ્યના પ્રત્યેક મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ મતદાન મથક બનાવવામાં આવશે. આ મતદાન મથકોમાં પોલીંગ સ્ટાફ જેમ કે પ્રિસાઈડીંગ ઑફિસર તથા પોલીંગ ઓફિસર તરીકે દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે.

મૉડેલ પોલીંગ સ્ટેશન

મૉડેલ પોલીંગ સ્ટેશન

વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળે. મતદારોને સરળ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાન મથકને આદર્શ મતદાન મથક તરીકે સુશોભિત કરાશે. રાજ્યમાં પોલિંગ સ્ટાફ અને મતદાન એજન્ટોને બેસવા માટે યોગ્ય ફર્નિચરની સુવિધા યુક્ત 182 આદર્શ મતદાન મથકની પસંદગી કરવામાં આવશે. મતદાન મથકોએ શેડ સાથેના વેઈટીંગ રૂમ, બેસવા માટે ખુરશીઓ, મતદાન મથક પર પહોંચવા અવરોધ રહિત માર્ગ, સાઈન બોર્ડ, પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની સુવિધા, રેમ્પ, વ્હીલચેર તથા પુરૂષ, સ્ત્રીઓ, વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારો માટે અલગ લાઈન જેવી વ્યવસ્થાઓ ઉભી કરાશે.

યુવા મતદારો સંચાલિત મતદાન મથક

યુવા મતદારો સંચાલિત મતદાન મથક

ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે નવતર પહેલ કરી છે. જેના ભાગરૂપે યુવા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે હેતુથી દરેક જિલ્લામાં એક યુવા સંચાલિત મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથકોમાં તમામ કર્મચારી-અધિકારી યુવા હશે. રાજ્યના તમામ જિલ્લા દીઠ એક મતદાન મથક યુવાઓ દ્વારા સંચાલિત મતદાન મથક હશે.

અહીં યુવા મતદાન મથકો હશે

અહીં યુવા મતદાન મથકો હશે

કચ્છ જિલ્લામાં ભુજ, બનાસકાંઠામાં પાલનપુર, પાટણમાં પાટણ, મહેસાણામાં ખેરાલુ, સાબરકાંઠામાં હિંમતનગર, ગાંધીનગરમાં ગાંધીનગર, અમદાવાદમાં ઘાટલોડિયા, સુરેન્દ્રનગરમાં વઢવાણ, રાજકોટમાં રાજકોટ શહેર, જામનગરમાં જામનગર ઉત્તર, પોરબંદરમાં પોરબંદર, જૂનાગઢમાં જુનાગઢ, અમરેલીમાં અમરેલી, ભાવનગરમાં ભાવનગર પશ્ચિમ, આણંદમાં આણંદ, ખેડામાં મહેમદાબાદ, પંચમહાલમાં કાલોલ, દાહોદમાં દેવગઢ બારીયા, વડોદરામાં સયાજીગંજ, નર્મદામાં ડેડીયાપાડા, ભરૂચમાં ઝઘડિયા, સુરતમાં મજુરા, ડાંગમાં ડાંગ, નવસારીમાં જલાલપુર, વલસાડમાં કપરાડા, તાપીમાં નિઝર, અરવલ્લીમાં બાયડ, મોરબીમાં વાંકાનેર, દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા, ગીર સોમનાથમાં સોમનાથ, બોટાદમાં ગઢડા, મહીસાગરમાં લુણાવાડા અને છોટાઉદેપુરમાં છોટાઉદેપુર ખાતે યુવા મતદાન મથકોની રચના કરવામાં આવી છે.

સખી મતદાન મથક

સખી મતદાન મથક

ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા અને જેન્ડર ઈક્વાલિટી માટેની આયોગની પ્રતિબદ્ધતાને જાળવી રાખવા વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન વિધાનસભા મતવિસ્તાર દીઠ મહિલા સંચાલિત 7 મતદાન મથકો પર સખી મતદાન મથકની રચના કરવામાં આવી છે. રાજ્યમાં આવા કુલ 1,256 મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઑફિસર, પોલીંગ ઓફિસર જેવા પોલીંગ સ્ટાફ તરીકે મહિલા અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે.

સૌથી વધુ 148 સખી મતદાન મથકો અમદાવાદ જિલ્લામાં

સૌથી વધુ 148 સખી મતદાન મથકો અમદાવાદ જિલ્લામાં

સૌથી વધુ 148 સખી મતદાન મથકો અમદાવાદ જિલ્લામાં છે. જ્યારે સુરત જિલ્લામાં 112, વડોદરામાં 70, બનાસકાંઠામાં 64, રાજકોટમાં 56, મહેસાણામાં 49, આણંદમાં 49, ખેડા-નડીઆદમાં 42,કચ્છમાં 42, ભાવનગરમાં 42, અમરેલીમાં 35, ગાંધીનગરમાં 35, સૂરેન્દ્રનગરમાં 35, જામનગરમાં 35, પંચમહાલમાં 35, દાહોદમાં 35, ભરૂચમાં 35 અને વલસાડમાં 35 સખી મતદાન મથકો આવેલા છે. આ ઉપરાંત જૂનાગઢમાં 33, સાબરકાંઠામાં 28, ગીર-સોમનાથમાં 28, પાટણમાં 27, નવસારીમાં 26, અરવલ્લીમાં 21, મોરબીમાં 21, મહિસાગરમાં 21, છોટાઉદેપુરમાં 21, પોરબંદરમાં 14, નર્મદામાં 14, તાપીમાં 14, દેવભૂમિદ્વારકામાં 14, બોટાદમાં 14 જ્યારે ડાંગ જિલ્લામાં 07 એમ કુલ 1,256 સખી મતદાન મથકો હશે.

ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન

ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન

ચૂંટણી દરમિયાન પર્યાવરણની જાળવણી તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણીપંચે ઈકો ફ્રેન્ડલી મતદાનમથક ઊભા કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન રાજ્યના 33 જિલ્લાઓમાં 180 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવવાની પર્યાવરણલક્ષી પહેલ કરી છે.

ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશનમાં ઈકો ફ્રેન્ડલી મટિરિયલ વપરાશે

ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશનમાં ઈકો ફ્રેન્ડલી મટિરિયલ વપરાશે

આ પોલીંગ સ્ટેશનમાં ઉપયોગમાં લેવામાં આવનાર મટીરીયલ, ખાસ કરીને પ્રચાર મટીરીયલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મટીરીયલનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે એટલેકે ચૂંટણીમાં Eco friendly materialનો ઉપયોગ કરવાનો રહે છે. આ સાથે, પોલિસ્ટાયરીન સહિતના સીંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક સ્ટીક બલૂન, પ્લાસ્ટિક ફ્લેગ્સ, કેન્ડી સ્ટીક્સ, આઈસક્રીમ સ્ટીક્સ, પોલિસ્ટાયરીન (થર્મોકોલ) નો ઉપયોગ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 100 માઈક્રોનથી ઓછી સાઈઝના પ્લાસ્ટિકની પ્લેટસ, કપ,ફોર્ક, ચમચી, ટ્રે, મીઠાઈ/નાસ્તાની પેકીંગ ફિલ્મસ, આમંત્રણ કાર્ડસ, પોસ્ટર/બેનર વગેરે પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવામાં નહીં આવે.

English summary
A total of 51839 polling booths have been set up for elections in the state, know all about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X