For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્યાવદરમાં પંજાબથી આવેલા AAPના પ્રચારકોએ કર્યો ભાંગડા

સૂર્યાવદરમાં પંજાબથી આવેલા AAPના પ્રચારકોએ કર્યો ભાંગડા

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં પહેલા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને કોંગ્રેસ, ભાજપની સાથે જ આમ આદમી પાર્ટી પણ જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. કલ્યાણપુર તાલુકામાં આ વખતે ત્રિકોણીય જંગ જોવા મળી રહ્યો છે.

Recommended Video

દ્વારકા :અનોખો પ્રચાર અભિયાન હાથ ધરાયું

AAP

ઉલ્લેખનીય છે કે કલ્યાણપુર તાલુકો દ્વારકા-82 વિધાનસભા સીટમાં આવે છે. આ સીટ પર ભાજપે પોતાના વર્ષોથી વર્ષથી ચૂંટાતા પબુભા માણેકને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે આહિર સમાજના અગ્રણી મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપી છે અને આમ આદમી પાર્ટીએ અહીં સથવારાઓનો વોટશેર વધુ જોઈ લખમણ નકુમને ટિકિટ આપી છે.

મુળુભાઇ કંડોરિયા અને પબુભા માણેકે જાહેર સભાઓ શરૂ કરી દીધી છે ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર લખમણ નકુમનો પ્રચાર કરવા માટે પંજાબથી નેતાગણ પધાર્યા હતા. કલ્યાણપુરના સુર્યાવદર ગામમાં દલવાળીની વસ્તી વધારે હોય આ ગામમાં લખમણ નકુમના સમર્થનમાં માનવ મહેરામણ એકઠું થયું હતું. પંજાબથી આવેલા નેતાઓએ સુર્યાવદરમાં ભાંગડા કરી લોકોને રિઝવવાની કોશિશ કરી હતી.

જણાવી દઈએ કે પહેલા તબક્કા માટે તમામ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ ભરાઈ ગયાં છે અને આગામી 1 ડિસેમ્બરે દ્વારકા વિધાનસભા સીટ માટે મતેદાન થનાર છે અને 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થઈ જશે.

નોંધનીય છે કે સાની ડેમ જેવા મુદ્દાઓને લઈ આ વખતે દ્વારકા સીટ પર ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં નાગરિકોમાં ભાજપથી નારાજગી વર્તાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ભાજપ સામેની આ નારાજગીનો લાભ ઉઠાવી શકશે કે પછી પંજામાં મતદાન કરી કલ્યાણપુર પરિવર્તન સર્જશે તે જોવાનું રહ્યું.

English summary
Aam Aadmi Party's Punjabi campaigners tried to woo the voters by staging bhangra in suryavadar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X