For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના સીએમ ઉમેદવાર ઈશુદાન ગઢવીનો મતદાન કર્યા પછી દાવો, 89માંથી 51 બેઠકો જીતશે

દ્વારકાના ખંભાળિયામાં મતદાન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી પોતાનુ આઈકાર્ડ ઘરે ભૂલી ગયા હતા.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં રાજ્યની 89 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. 19 જિલ્લાઓની 89 બેઠકો પર 788 ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમાં આજે કેદ થશે. બપોરે 1 વાગ્યા સુધી 34.32 ટકા મતદાન થયુ છે. સવારે 11 વાગ્યા સુધી મતદાન ટકા તાપીમાં સૌથી વધુ 46.35 ટકા અને સૌથી ઓછુ 30.20 ટકા પોરબંદરમાં નોંધવામાં આવ્યુ છે.

isudan gadhavi

દ્વારકાના ખંભાળિયામાં મતદાન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી પોતાનુ આઈકાર્ડ ઘરે ભૂલી ગયા હતા. જેના કારણે તેમને અડધા કલાક સુધી રાહ જોવી પડી હતી. ત્યારબાદ તેમણે મતદાન કર્યુ હતુ. ઈશુદાન ગઢવીએ સવારે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, 'તમે યોગ્ય અને ઈમાનદાર પાર્ટીને આપેલો એક વોય, તમારા બાળકોને સારા શિક્ષણ સ્વરુપે મળશે. તમને સારા દવાખાના સ્વરૂપે પાછો મળશે. અનેક ફાયદાઓ અને બચત કરાવતી સુવિધા સ્વરુપે પાછો મળશે.'

મતદાન કર્યા પછી ઈશુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે પ્રથમ તબક્કાની 89 બેઠકમાંથી 51 બેઠકો પર આમ આદમી પાર્ટી જીત મેળવી રહી છે. અમારા આંતરિક સર્વેમાં અમને જીત મળવાના તારણો મળ્યા છે. તેમણે કહ્યુ હતુ કે આજે મતદાનનો દિવસ છે. લોકો આપને મત આપી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને તેઓ ખંભાળિયાથી ચૂંટણી લડી રહ્યા છે.

વળી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તરથી ભાજપના ઉમેદવાર છે. પરંતુ વોટર આઈડીમાં તેમનુ નામ રાજકોટમાં આવે છે. માટે તેમણે રવિન્દ્ર જાડેજા સાથે રાજકોટમાં મતદાન કર્યુ. તમને જણાવી દઈએ કે રાજ્યના પહેલા તબક્કામાં બે કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પહેલા તબક્કાની કુલ 89 સીટોમાંથી ભાજપ પાસે સૌથી વધુ 58, કોંગ્રેસ પાસે 26 અને બીટીપી પાસે 2, એનસીપી પાસે એક સીટ છે. આજની સીટોમાંથી જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ વધુ ચર્ચિત છે.

English summary
AAP CM candidate Ishudan Gadhvi claims that AAP will win 51 seats out of 89.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X