For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં શૌચાલય બનાવવામાં કૌભાંડ, આપે બતાવ્યા પુરાવા, કહ્યુ - 567 કરોડની થઈ છેતરપિંડી જુઓ Video

સ્વચ્છ ભારતની ઝુંબેશમાં સ્થાનિક સ્તરે મોટા કૌભાંડના પણ સમાચારો આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભારત સરકારે ગામોમાં બનાવેલ શૌચાલયોથી સામાન્ય જનતાનુ ભલુ થયુ છે પરંતુ સ્વચ્છ ભારતની આ ઝુંબેશમાં સ્થાનિક સ્તરે મોટા કૌભાંડના પણ સમાચારો આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં 567 કરોડના કૌભાંડનો આરોપ લાગી રહ્યો છે. આમ આદમી પાર્ટી(આપ)એ પ્રેસ કૉન્ફરન્સ કરીને સત્તારુઢ ભાજપના કદાવર નેતાઓને નિશાના પર લીધા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનુ નામ લઈને આપ નેતાઓએ સરકાર પર પ્રહાર કર્યા છે.

ગુજરાતમાં કરોડો રૂપિયાનુ કૌભાંડ

ગુજરાતમાં કરોડો રૂપિયાનુ કૌભાંડ

આમ આદમી પાર્ટીના નેતાઓનુ કહેવુ છે કે ગુજરાતમાં શૌચાલય બનાવવાની યોજનામાં કરોડો રૂપિયાનુ કૌભાંડ થયુ છે અને આમાં ભાજપના કદાવર નેતાઓ પણ શામેલ છે. પ્રેસ કૉન્ફરન્સ કરીને આપે નેતાઓએ સરકારી વેબસાઈટ પર બતાવેલા શૌચાલયોની સંખ્યા પણ જણાવી. 2020 સુધી સરકારની વેબસાઈટ પર જણાવવામાં આવેલ શૌચાલયોની સંખ્યા 3153904 છે જેની કરોડો રૂપિયાની કિંમતની ચૂકવણી સરકાર તરફથી કરવામાં આવી. આપનુ કહેવુ છે કે અમારી તપાસ મુજબ એવરેજ 15 ટકા ટૉઈલેટ્સ બનાવીને કૌભાંડ કરવામાં આવ્યુ. આપનુ કહેવુ છે કે આ કૌભાંડ વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ બંનેની સરકારના કાર્યકાળમાં થયુ છે.

એક જ શૌચાલય બેથી ચાર વાર બતાવી રકમ હડપી

એક જ શૌચાલય બેથી ચાર વાર બતાવી રકમ હડપી

ગુજરાતમાં આપના મહામંત્રી સાગર રબારી અને ખેડૂત સંગઠના પ્રમુખ રાજૂ કરપડાએ કહ્યુ કે, 'શૌચાલય બનાવવાના કૌભાંડ પાછળ રાજધાની ગાંધીનગરમાં બેઠેલા મોટા નેતા છે જે જિલ્લાઓના અધિકારીઓના સંપર્કમાં હતા. આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યુ કે લાભાર્થીઓને ડૉક્યુમેન્ટ સ્લિપ, કેટેગરી અને ઘરના અન્ય સભ્યોના નામ બદલીને અનેક વાર નામ બદલીને કરોડો રૂપિયા ચટ કરી લીધા. એક જ શૌચાલય બેથી ચાર વાર બતાવીને નકલી શૌચાલયોની રકમ લઈ લીધી. આ પૈસા જનતા માટે આવ્યા હતા પરંતુ કૌભાંડ કરીને દબાવી લીધા. સરકારના નાક નીચે ભ્રષ્ટાચારને અંજામ આપવામાં આવયો. ભ્રષ્ટાચારીઓએ સ્વચ્છ ભારતના નામે જનતાની તિજોરી સાફ કરી લીધી.'

યુપીમાં પણ પૂરી રકમ લાભાર્થીઓને આપવામાં ન આવી

ગામમાં શૌચાલય બનાવવા માટે સરકારે તો પૈસા મોકલ્યા પરંતુ ગ્રામ પ્રધાને કૌભાંડ કર્યુ. ઉત્તર પ્રદેશમાં આવા ઘણા સમાચાર સામે આવ્યા. ખાસ કરીને મથુરા જિલ્લાના ઘણા ગામ એવા છે જ્યાં સરકારે મોકલેલી કુલ રકમમાંથી હજાર-બે હજાર પૂપયા પ્રધાનોએ દબાવી લીધા. અહીં એક ટૉયલેટ બનાવવા માટે 12 હજાર રૂપિયા આવ્યા પરંતુ 2-2 હજાર રૂપિયા ખુદ પ્રધાનોએ પોતાના માટે કાપી લીધા અને લાભાર્થીઓને 10-10 હજાર મળ્યા. જેનો લોકોએ વિરોધ કર્યો પરંતુ કોઈ ન્યાય મળ્યો નહિ. અધિકારીઓની સ્થાનિક સ્તરે જન-પ્રતિનિધિઓ સાથે મિલીભગતના કારણે આવુ લગભગ દરેક યોજનામાં થાય છે.

English summary
AAP exposed toilet scheme scam in gujarat, says- Rs 567 crore was grabbed in Vijay Rupani and bhupendra patel govt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X