For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના નેતા મનીષ સિસોદિયાની ગુજરાતમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કરી રહ્યા છે સરભરા

રાજ્યમાં યોજાનાર નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશનમાં આજે દેશભરમાથી શિક્ષણ મંત્રીઓએ વિદ્યા સમિક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દિલ્હીના શિક્ષમ મંત્રી મનીષ સિસોદીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. શ

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં યોજાનાર નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશનમાં આજે દેશભરમાથી શિક્ષણ મંત્રીઓએ વિદ્યા સમિક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દિલ્હીના શિક્ષમ મંત્રી મનીષ સિસોદીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. શિક્ષણ પરની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશની વર્તમાન શિક્ષણ નીતિને લઇને ચર્ચા કરવામાં આવશે.
વિદ્યા સમિક્ષા કેન્દ્ર ખાતે સૌથ મહત્વની અને ઉડીને આંખે વળગે તેવી વાત તે હતી કે, રાજ્ય શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા દિલ્હીના નાયબ મુખ્યમત્રી અન શિક્ષણ મંત્રી મનીશ સિસોદીયાની ખાસ સરભરા કરતા જોવા મળ્યા હતા. જીતુ વાઘાણી મનીષ સિસોદીયાની આગળ પાછળ ફરતા જોવા મળ્યા હતા. અને મીડિયાથી દૂર રાખવા માટે સતત તેમની સાથે કોર્ડન કરીને ચલતા જોવા મળ્યા હતા.

education conference

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝિટલ ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરી ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર ગુજરાતના શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવનાર શિક્ષણ વિભાગ અંતર્ગત ચેતના કેન્દ્ર સમાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર કાર્યાન્વિત કરવામાં આવ્યુ છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત તારીખ 18 એપ્રિલ, 2022ના રોજ મુલાકાત કરીને કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અમલીકૃત કરવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવા સંસ્થાનની એક ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. જેના અનુસંધાનમાં આ બે દિવસીય કોન્ફરન્સનું આયોજન દેશના પ્રથમ એવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર, ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, શિક્ષણ મંત્રાલય, તેમજ ગુજરાતના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા. ૦૧ અને ૦૨ જૂન દરમિયાન બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠક યોજાનાર છે.

English summary
AAP leader Manish Sisodia at the National Education Conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X