2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAP અને NCP ઉમેદવાર ઉતારશે

Subscribe to Oneindia News

ગુજરાતની વિધાનસભા 2017ની ચૂંટણી પર AAP અને NCP પાર્ટી પણ નજર જમાવી બેઠી છે. આ વખતે ગુજરાતના સમીકરણો જોતા આમ આદમી પાર્ટી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. 2017ની ચૂંટણીમાં AAP અને NCP પાર્ટી નલિયા કાંડ, દલિતો પર અત્યાચાર, મોંઘવારી અને અનામત જેવા મુદ્દાઓને લઇ ભાજપને ઘેરવાની તૈયારી કરી છે તો બીજી બાજુ કોંગ્રેસ ગુજરાતને લઇ નિષ્ક્રિય છે તેવું દેખાડવાનું પ્રયાસ કરી રહી છે બંને પાર્ટીઓ મતદારોને રીજવવા તડામાર તૈયારી કરી છે.

aap

2017ની વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી રહ્યા છે. રાજ્યમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે AAP અને NCP પણ જંપલાવશે. નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના પણ ગુજરાતના પ્રવાસો વધી ગયા છે. NCP એ કોંગ્રેસ પર આક્ષેપ કર્યું છે કોંગ્રેસ હમેશા NCPને દેગો આપ્યો છે. વિધાનસભા ઈલેક્શન સમય ગઠબંધન કરીને બેઠકોની વહેંચણી પછી પણ NCPને આપેલી બેઠકો પર પોતાના ઉમેદવાર ચૂંટણી લડવા માટે ઉભા રાખે છે.

AAP અને NCP આવનારી વિધાનસભાનીચુંટણીમાં રાજ્યની દરેક બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે અને ચુંટણી લડશે. સાથે જ આગામી રણનીતિ અને કાર્યકાર્મો નક્કી કરવા AAP ના નેતા અને NCP ના નેતાઓના ગુજરાતમાં ધામા છે અને બંને પાર્ટીઓ પોતાના સ્થાનિક નેતા અને કાર્યકરોને મળીને રણનીતિ તૈયાર કરે છે. હવે 2017ની ચૂંટણીઓનું પરિણામ દેખાડશે લોકો કંઈ પાર્ટીને સત્તા આપે છે.

English summary
AAP and NCP both actively participate in Gujarat assembly election 2017. Read more on it.
Please Wait while comments are loading...