
ગુજરાતમાં AAP નું ખાતુ ખુલ્યુ, જામજોધપુરમાં હેમંત ખવા જીત્યા
જામજોધપુર : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની પહેલી જીત મેળવી છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી ત્યારે હવે તેમના પહેલા ઉમેદવાર વિજેતા સાબિત થયા છે. સામે આવી રહેલા આંકડા અનુસાર, જામજોધપુરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમંત ખવા જીત્યા છેે.
હેમંત ખવાએ ચીમન સાપરીયાને હરાવીને વિજય મેળવ્યો છે. અહીં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર હતી. હવે આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મોટા ઉમેદવાર ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પાછળ ચાલી રહ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના 6 ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે.
આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાતમાં બીજેપી 150થી વધુ સીટો મેળવી રહી છે, તો કોંગ્રેસ 20 આસપાસ સમેટાઈ રહી છે અને આમ આદમી પાર્ટી ખાતુ ખોલાવતા 5થી વધુ સીટો મેળવી શકે છે. આ સિવાય ગુજરાતમાં 4 સીટો અપક્ષના ખાતામાં જઈ રહી છે.