Gujarat Election: ગુજરાત ચૂંટણી માટે આપ નેતા અરવિંદ કેજરીવાલે કાગળમાં શું લખી દીધી ભવિષ્યવાણી?

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે.

Arvind kejriwal Prediction On Gujarat Elections: ગુજરાત ચૂંટણી આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો વચ્ચેની જંગ વધુ રોમાંચક બની રહી છે. હાલમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે રવિવારે લખીને આપ્યુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. વળી, આજે તેમણે કહ્યુ કે તેમના ત્રણ ઉમેદવારો તો ભારે મતોથી જીતી રહ્યા છે.

kejriwal

AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત ચૂંટણીને લઈને એક પછી એક મોટી ભવિષ્યવાણી કરી રહ્યા છે. રવિવારે તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આ સાથે તેમણે લખીને આપ્યુ કે AAP ગુજરાતમાં આવી રહી છે. કેજરીવાલે સુરતમાં એક પત્રકાર પરિષદને સંબોધતા પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, 'હું તમારા બધાની સામે લેખિતમાં ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છુ... લખી લો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. 27 વર્ષના કુશાસન બાદ ગુજરાતની જનતા આ લોકો (ભાજપ)થી છુટકારો મળશે.'

મીડિયા સામે સીએમ કેજરીવાલે કહ્યુ કે રાજનીતિમાં મારી ભવિષ્યવાણી સાચી પડે છે. 2014માં જ્યારે દિલ્લીમાં ચૂંટણી થઈ ત્યારે મે એક પત્રકારને લખીને આપ્યુ હતુ કે કોંગ્રેસ એક પણ સીટ જીતી શકશે નહિ અને તે ચૂંટણીમાં કોંગ્રેસે 0 સીટ જીતી હતી. મે પંજાબની ચૂંટણીમાં પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. મે કહ્યુ હતુ કે સિદ્ધુ, ચન્ની અને બાદલ સાહેબનો આખો પરિવાર હારશે અને એવુ જ થયુ. હવે હું ગુજરાતમાં AAPની સરકાર બનાવવા જઈ રહ્યો છુ.

બીજી તરફ સોમવારે અરવિંદ કેજરીવાલે ફરી એકવાર કાગળ અને પેન ઉપાડીને નવી આગાહી લખી દાવો કર્યો છે કે AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા, મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી અને વરાછાના ઉમેદવાર અલ્પેશ કથીરિયા જંગી માર્જિનથી ચૂંટણી જીતી રહ્યા છે. આ સાથે તેમણે વચન આપ્યુ હતુ કે 3,000 રૂપિયાનુ બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે, સાથે જ પેપર ફૂટવામાંથી પણ મુક્તિ આપવામાં આવશે. પેપરો વેચવાવાળા 12 કેસ ખોલવામાં આવશે અને તેમને 10-10 વર્ષની સજા અપાવવામાં આવશે. તમામ સરકારી ભરતી 1 વર્ષની અંદર કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X