
ABP C-Voter Exit Polls : ગુજરાતમાં સત્તા પરિવર્તનના સંકેત નહી, જાણો કઈ પાર્ટીને કેટલી સીટ?
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક પછી એક એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે ત્યારે હવે એબીસી-સી વોટર પોલ પણ સામે આવ્યો છે. એબીપી-સી વોટર સર્વે અનુસાર, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ પણ બીજેપી સરકાર બનાવતી જોવા મળી રહી છે.
એબીપી સી-વોટર એક્ઝિટ પોલના આંકડા અનુસાર, ગુજરાતની કુલ 182 બેઠકોમાંથી ભાજપને 128થી 140 સીટ, કોંગ્રેસને 31થી 43 સીટ, AAPને 3થી 11 અને અન્યને 2થી 6 બેઠકો મળવાની સંભાવના છે. અહીં બીજેપી મોટી બહુમતીથી સરકાર બનાવી રહી છે.
એબીપી સી-વોટર એક્ઝિટ પોલના આંકડા મુજબ મતની ટકાવારી પર નજર કરીએ તો, ભાજપને 49 ટકા મત મળવાની સંભાવના છે. આ સિવાય કોંગ્રેસને 33 ટકા અને આમ આદમી પાર્ટીને 15 ટકા અને અન્યને 3 ટકા વોટ મળવાની સંભાવના છે.
અહીં તમને જણાવી દઈએ કે, મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપી ગુજરાતમાં મોટી બહુમતી મેળવતી જોવા મળે છે. સૌથી મોટી વાત એ છે કે આમ આદમી પાર્ટીને ખાસ સીટો મળતી જોવા મળતી નથી. બીજી તરફ કોંગ્રેસને મોટુ નુકસાન થઈ રહ્યું છે.