ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનો આજથી પ્રારંભ

Posted By:
Subscribe to Oneindia News

2017ની ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આદિવાસીઓને પોતાની તરફ આકર્ષવા માટે આજથી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લાના ઉનાઇના હેલીપેડ ખાતેથી સવારે 10:30 કલાકે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે બાદ આ યાત્રા અનાવલ, ધોળીકુવા, રાણકુવા, રૂમલા, કલવાડા, પારડી અને વાપી જેવા 15 જિલ્લાના 50 તાલુકાને તારીખ 16 ફેબ્રુઆરી સુધીમાં આવરશે.
સાથે જ આ યાત્રા દરમિયાન રૂપાણી સરકારની પેસા એક્ટનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

jitu

નોંધનીય છે કે લાંબા સમયથી આદિવાસી વોટ કોંગ્રેસ તરફી રહ્યા છે. ત્યારે આવનારી ચૂંટણીમાં જીત માટે ભાજપ એડી ચોટીનું રોજ લગાવી રહી છે. અને એક પણ વોટ જતો ન થાય તે માટે પ્રયાસબદ્ધ છે. ગુજરાત દક્ષિણ પટ્ટીના આવેલા આદિવાસીઓ માટે ભાજપ દ્વારા આ યાત્રા શરૂ કરવામાં આવી છે. ત્યારે જોવાનું તે પણ રહે છે કે આ યાત્રા દરમિયાન શું કોંગ્રેસ કે પાટીદારો તરફથી કોઇ કાંકરીચાળો કરવામાં આવે છે? નોંધનીય છે કે કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ બાખડ્યા હતા. ત્યારે ભાજપની આ આદિવાસી યાત્રા ભાજપની કેટલી સફળતા અપાવે છે તે તો હવે જોવું જ રહ્યું.

English summary
Adivasi vikas gaurav yatra started by BJP today. Will it help to achieve adivasi votes? Read here more.
Please Wait while comments are loading...