For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી વિકાસના રોલ મોડલઃ અડવાણી

|
Google Oneindia Gujarati News

advani
ગાંધીનગર, 3 ડિસેમ્બરઃ ગુજરાતમાં એક ચૂંટણી સભાને સંબોધતીવેળા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદીને વિકાસના રોલ મોડલ ગણાવ્યા હતા. તેમણે ગાંધીનગરના કલોલ ખાતે કહ્યું કે, મોદીએ ગુજરાતમાં ઘણું વિકાસનું કામ કર્યું છે. કેવી રીતે સરકાર ચલાવવી અને ગરીબોની કાળજી કેવી રીતે રાખવી તે બાબતે મોદી અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ માટે રોલ મોડલ છે.

આદીવાસી અને માછીમારો માટે મોદીએ જે યોજનાઓ રજૂ કરી છે તેના અડવાણીએ વખાણ કર્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું, મોંઘવારી કોંગ્રેસના રાજમાં વધી છે અને કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારોના આરોપોનો સામનો કરી રહી છે, દરરોજ તેમના કૌભાંડો પ્રજા સમક્ષ આવી રહ્યાં છે.

ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં કલોલ બેઠક પર કોંગ્રેસના બલદેવ ઠાકોર સામે ડો. અતુલ પટેલને ઉભા રાખ્યા છે. મોદીની જે 3ડી પ્રચારની વિરોધધ પક્ષ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે, તેને ભાજપના વરિષ્ઠ નેતા તરફથી સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી એ પહેલી વ્યક્તિ છે કે જે 3ડી ટેક્નોલોજી થકી લોકોનો સંબોધિત કરી રહ્યાં છે.

રાજ્યમાં આગામી 13 અને 17 તારીખે યોજાનારી વિધાનસભાની ચૂંટણી સબબ રાજ્યમાં ભાજપે વરિષ્ઠ નેતાઓની ફોજ ઉતારી દીધી છે. ભાજપના પ્રમુખ નિતિન ગડકરી, મુરલી મનોહર જોશી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, વૈકંયા નાયડુ, રાજીવ પ્રતા રુડી, ગોપિનાથ મુંડે, નવજોત સિંહ સિદ્ધુ સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધી રહ્યાં છે. ચૂંટણીનું પરિણામ 20મી ડિસેમ્બરે આવવાનું છે.

English summary
Senior BJP leader L K Advani on Sunday termed Gujarat chief minister Narendra Modi as a "role model" of development while appealing to states to imitate him. "Modi is undertaking great development work in Gujarat. He is a role model for chief ministers of other states on how to rule,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X