For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OLX પર 30 હજાર કરોડમાં વેચાઈ રહ્યું છે સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, FIR દાખલ

OLX પર 30 હજાર કરોડમાં વેચાઈ રહ્યું છે સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, FIR દાખલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાભરના એક તૃતિયાંશ લોકો લોકડાઉનને પગલે પોતપોતાના ઘરોમાં બંધ છે જેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ પડી રહી છે. ભારતમા કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3577 દર્દી સામે આવી ચૂક્યા છે. હાલમાં જ કોરોના સાથેની જંગમાં આર્થિક મદદ માટે પીએમ મોદીએ દેશ પાસેથી સહયોગ માંગ્યો હતો જે બાદ કેટલીય હસ્તીઓએ પીએમ કર્સ ફંડમાં પોતાનું યોગદાન આપ્યું. આ દરમિયીન OLX પર સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની એક જાહેરાતે ગુજરાત પ્રશાસન અને સોશિયલ મીડિયા યૂઝર્સના હોશ ઉડાવી દીધા.

30 હજાર કરોડમાં વેચાઈ રહ્યું છે

30 હજાર કરોડમાં વેચાઈ રહ્યું છે

જણાવી દઈએ કે કોરોના વાયરસને પગલે આર્થિક સંકટ વચ્ચે ઓએલએક્સ પર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યૂનિટીના વેચાણની એક જાહેરાત નાખવામાં આવી છે જેણે સૌના હોશ ઉડાવી દીધા છે. આ એડમાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની શરૂઆતી કિંમત 30 હજાર કરોડ રૂપિયા રાખી છે. જો કે જાહેરાત પોસ્ટ કર્યાની થોડીવાર બાદ જાહેરાત હટાવી લેવામાં આવી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

કોરોના વાયરસ માટે રૂપિયા માંગ્યા

કોરોના વાયરસ માટે રૂપિયા માંગ્યા

ઓએલએક્સ પર સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની જાહેરાત નાખનારે સરદારની પ્રતિમાની ફોટો સાથે લખ્યું, 'ઈમરજન્સી! કોરોના વાયરસ સંકટમાં હોસ્પિટલ અને હેલ્થકેર ઉપકરણ માટે પૈસાની જરૂરત પડવાના કારણે સ્ટેચ્યૂ ઑફ યૂનિટી વેચવી છે. સરદાર સરોવર બાંધ પાસે આવેલ 29 લાખથી વધુ પર્યટકોએ સ્ટેચ્યૂ ઑફ યૂનિટિનો પ્રવાસ કર્યો છે, જેનું ઉદ્ઘાટન કરાયું હતું ત્યારથી ભારત સરકારને દર વર્ષે આનાથી 82.51 કરોડ રૂપિયાનું રાજસ્વ મળી રહ્યું છે.'

ગુજરાત પોલીસે FIR નોંધી

આ વાતની જાણકારી જ્યારે પ્રશાસનને મળી તો ખલબલી મચી ગઈ. મામલાને તરત ધ્યાનમાં લેતા ગુજરાત પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અમે સ્ટેચ્યૂ ઑફ યૂનિટીને ઓનલાઈન 30,000 કરોડમાં વેચવા મૂકેલ શખ્સ સામે એફઆઈઆર નોંધી લીધી છે. જાહહેરાતમાં કોરોના સામે લડવા હોસ્પિટલ અને ચિકિત્સકીય પાયાના માળખાને પૂરું કરવા માટે પૈસાની કમીનું કારણ જણાવવામાં આવ્યું હતું.

1 ઓક્ટોબર 2018ના રોજ ઉદ્ઘાટન થયું હતું

1 ઓક્ટોબર 2018ના રોજ ઉદ્ઘાટન થયું હતું

જણાવી દઈએ કે સરદાર પટેલને સમર્પિત એક વિશાળ સ્માર્ક 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી'નું ઉદ્ઘાટન 1 ઓક્ટોબર 2018ના રોજ થયું હતું. અનાવરણ બાદથી જ આ એક પ્રમુખ પર્યટક આકર્ષણના રૂપમાં ઉભરી આવ્યું છે. જો કે કોરોના વાયરને ધ્યાનમાં રાખી 17 માર્ચે ગુજરાત સરકારે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટીમાં પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે જ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખી મોટા કાર્યોની મેજબાનીથી બચવા માટે હોટલ અને રેસ્ટોરાંને નિર્દેશિત કરવામાં આવ્યા હતા.

Coronavirus: 24 કલાકમાં 1971 અમેરિકી નાગરિકોએ જીવ ગુમાવ્યા, હરેક કલાકે 50ના મોતCoronavirus: 24 કલાકમાં 1971 અમેરિકી નાગરિકોએ જીવ ગુમાવ્યા, હરેક કલાકે 50ના મોત

English summary
Advertisement of Statue of Unity put on OLX FOR sought for coronavirus FIR filed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X