500-1000ની નોટ બંધ થતા, ગુજ્જુઓ ઉપડ્યા સોનું ખરીદવા

Posted By:
Subscribe to Oneindia News

મંગળવારે પીએમ નરેન્દ્ર નોદી 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકતા ગુજરાતમાં વેપારી જગતમાં એક મોટો આંચકો આવી ગયો. લોકોને સમજમાં ના આવ્યું કે તેમના પાસે પડેલા 500 અને 1000 રૂપિયાની નોટનું કરવું તો કરવું શું?

gold

ખાસ કરીને કાળા નાણાં રાખતા લોકો માટે કોઇ અન્ય વિકલ્પ ન દેખાતા મોટી સંખ્યામાં ગુજરાતમાં લોકો સોનાની દુકાનો તરફ ઉપડી ગયા. અને વધુ પૈસા આપીને પણ સોનું ખરીદવાની માંગ કરવા લાગ્યા. ત્યારે ગુજરાતમાં સોનાની દુકાનો પર કેવી લાઇનો લાગી જુઓ નીચેની આ તસવીરમાં....


સોનીઓને ઝલસો પડી ગયો

સોનીના વેપારીઓને એક રીતે કાલે ઝલસો પડી ગયો. મોડી રાત સુધી વડોદરા, સુરતની અનેક જાણીતી દુકોનો ખુલ્લી રહી એટલું જ નહીં લોકો પણ લાઇનો લગાવીને દુકાનોમાં સોનાની ખરીદી કરતા જોવા મળ્યા.

લોકોએ કરી શોપિંગ
એટલું જ નહીં ભરૂચ જેવા નાના શહેરામાં પણ મોડી રાત સુધી બિગ બજાર અને અન્ય દુકાનો ખુલ્લી રહી હતી. અને લોકોએ પોતાની 500 અને 1000 રૂપિયાની નોટથી મોટા પ્રમાણમાં કરિયાણું અને કપડાની ખરીદી કરી હતી.

English summary
After govt scrapped currency, Gujarati people buy gold in jewellery shops.
Please Wait while comments are loading...