For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિમંત્રી રાઘવજી પટેલે PGVCL ના અધિકારીઓ સાથે બેઠક યોજી!

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે બેઠક યોજી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે બેઠક યોજી હતી.

PGVCL

આ બેઠકમાં મંત્રીએ જે તે અધિકારીશ્રીઓને જામનગર જિલ્લામાં જે તે જગ્યાએ ફીડર બદલવાની જરૂર હોય તે બદલાવવા, ટિસી બદલવા અંગે, ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના પ્રશ્નોના નિરાકરણ લાવવા અંગે, સમયાંતરે સબ સ્ટેશનની વિઝિટ કરવી, ઔધોગિક વિસ્તારોમાં વીજળીના પ્રશ્નો ન રહે તેમજ જે જગ્યાએ વીજળીના ફોલ્ટ હોય તેનું તાત્કાલિક નિરાકરણ અર્થે સ્પેશિયલ ટીમ બનાવીને કામગીરી કરવા સૂચનો હાથ ધર્યા હતા.

આ બેઠકમાં મંત્રીશ્રીએ હકારાત્મક અભિગમ દાખવી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે અને જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી કરવા પીજીવીસીએલનાં ઉપસ્થિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.

English summary
Agriculture Minister Raghavji Patel held a meeting with the officials of PGVCL!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X