લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક ધારાસભ્યની વિકેટ પડી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ફરી એક વખત ધારાસભ્યોના રાજીનામાંનો દોર શરૂ થયો છે. આ ક્રમમાં જ વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપીને બીજેપીમાં જોડાવા જઈ રહ્યાં હોવાના અહેવાલ છે.
સમાચારો અનુસાર, વડોદરાની વાઘોડિયા સીટથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે અને હવે બીજેપીમાં જોડાવાની તૈયારીઓ ચાલી રહી છે.

સમાચારો અનુસાર, રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધિવત બીજેપીમાં જોડાશે. જણાવી દઈએ કે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
અહેવાલો અનુસાર, લોકસભાની સાથે આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાઘોડિયામાંથી ફરીથી તે ભાજપની ટિકિટ પર સીટ પરથી ચૂંટણી લડી શકે છે.












Click it and Unblock the Notifications
