રાહુલ ગાંધીના ગુજરાત આગમન પહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલ ગુજરાતમાં

Subscribe to Oneindia News

રાહુલ ગાંધી 21મી ડિસેમ્બરના રોજ મહેસાણામાં એક રેલીમાં સામેલ થવાના છે તે અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ગુજરાત આવ્યા હતા.

ahemdad patel

અમદાવાદમાં એહમદ પટેલે નિવેદન આપ્યુ હતુ કે નોટિબંધીમાં સરકાર દરરોજ નવા ફતવા બહાર પાડે છે. નરેન્દ્ર મોદીને અઢી વર્ષના શાસનમાં લાલબહાદુર શાત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી બાજપાઈ બની જવું છે. એનડીએ સરકારના સમયમાં મોટી ચલણી નોટો અમલમાં આવી છે. સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આવનાર સમયમાં પરિસ્થિતિ ખરાબ થશે. અમેરિકા જેવા દેશમાં 100 ટકા કેશલેશ નથી. અહીં બેંકો નથી અને એટીએમ પણ નથી. હોટેલ તાજ ઉમેદ પર એહમદ પટેલને મળવા શંકરસિંહ વાઘેલા અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ સહિતના પ્રદેશ નેતાઓ પહોંચ્યા હતા.

અમદાવાદ આવ્યા બાદ તેઓ મહેસાણા જવા રવાના થયા હતા. અહેમદ પટેલે મહેસાણામાં રેલી માટેની તૈયારીઓની તમામ સમીક્ષા કરી હતી. તેમણે સ્થાનિક તેમજ રાજ્યના અગ્રણી કોંગ્રેસી નેતાઓ સાથે પણ આ અંગે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 21 ડિસેમ્બરે મહેસાણા આવી રહ્યા છે. મહેસાણામાં યોજાનાર આ રેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને પાટીદાર ટોપીઓ પહેરાવવામાં આવશે. આ રેલીમાં એક લાખ લોકોને ભેગા કરવાનુ કોંગ્રેસનું આયોજન છે. જેના માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે જ અહેમદ પટેલ ગુજરાત આવી પહોંચ્યા છે.

English summary
ahemad patel come to gujarat before rahul gandhi rally in mehsana
Please Wait while comments are loading...