કચ્છમાંથી આઇએસઆઇ ના બે એજંટ ઝબ્બે

Subscribe to Oneindia News

કચ્છના ખાવડા વિસ્તારની આસપાસ બે આઇએસઆઇ એજન્ટ અલના સમા અને શકુર સુમરાની અમદાવાદ એટીએસ એ ધરપકડ કરી હતી. બંને જણ પાસેથી પાકિસ્તાનના પાસપોર્ટ, ભારતના વિવિધ જગ્યાના નક્શા અને મોબાઇલ મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને જણ ફોન મારફત પાકિસ્તાનમાં માહિતી આપતા હતા.

isi


કચ્છના રણમાંથી ક્રીક વિસ્તારમાંથી આતંકવાદી પ્રવેશી શકે તેવુ એલર્ટ હોવાથી બીએસએફ અને ગુજરાત એટીએસની ટીમ સતર્ક હતી. દરમિયાન કચ્છના ખાવડામાંથી પાકિસ્તાનમાં ફોન થઇ રહ્યાની એટીએસને માહિતી મળી હતી.
સુરક્ષા એજંસીઓએ જણાવ્યુ હતુ કે આ ઘટનામાં હની ટ્રેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં ભારતના આ શખ્શનો પરિચય પાકિસ્તાની યુવતી સાથે થયો હતો અને તે ફોનમાં પ્રેમભરી વાતો કરવા સાથે ગુપ્ત માહિતીઓ પણ પહોંચાડતો હતો.

એટીએસ દ્વારા ઝડપાયેલા આ એજંટ 4 વખત પાકિસ્તાન જઇ આવ્યા છે, જેમાંથી ત્રણ વાર તો તેઓ સત્તાવાર રીતે ગયા હતા. એટીએસ એ બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાંડની માંગણી કરી છે. બે યુવાનો પૈકી અલના પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. પાકિસ્તાની જાસૂસી એજંસીઓ બંને પાસેથી માહિતી મેળવતી હતી. આ રીતે આ બંને યુવકો આઇએસઆઇના એજંટ બની ગયા હતા.

English summary
ahmedabad ats arrest 2 isi agent from kutchh
Please Wait while comments are loading...