બાર ગર્લના ચક્કરમાં વાપીના વેપારીએ 15 લાખ & BMW કાર ગુમાવી

Subscribe to Oneindia News

ગુજરાતના વાપીમાં ફર્નિચરનો શો રૂમ ધરાવતા વેપારીને બ્લેકમેઇલ કરીને મુંબઇની બારગર્લ અને તેના સાગરિતો દ્વારા રૂપિયા 15 લાખ રોકડા અને રૂપિયા 12.50લાખની કિંમતની બીએમડબલ્યુ કાર પડાવી લીધા હોવાની ચોંકાવનારી ફરિયાદ અમદાવાદના પાલડી પોલીસ મથકે નોંધવામાં આવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવની વિગતો એવી છે કે વાપીમાં રહેતા 31 વર્ષિય વેપારી વિશાળ ફર્નિચરનો શો રૂમ ધરાવે છે. તેમજ ધંધાના કામ માટે તે અવારનવાર મુંબઇ ખાતે જતા હતો. ત્રણ વર્ષ પહેલા વેપારી મુંબઇ બેલગામમાં આવેલા માયા ડાન્સબારમાં ગયા હતા. જ્યારે સોનાલી કપુર નામની બાર ગર્લ સાથે મુલાકાત થઇ હતી. જે ધીમે ધીમે મિત્રતામાં પરિણામી હતી અને બંને જણા અવારનવાર મળતા હતા.

Gujarat

આ દરમિયાન એક વર્ષ પહેલા વેપારી તેની બીએમડબલ્યુ કાર સોનાલીને રૂપિયા 12.50 લાખમાં વેચાણે આપી હતી. જે પૈકી સોનાલીએ રૂ.9.50લાખનો ચેક આપ્યો હતો. જે રિટર્ન થતા વેપારીએ સોનાલીને ફોન કર્યો હતો. પણ સોનાલીએ સંતોષકારક જવાબ ન આપતા વેપારીએ તેના વકીલ મારફતે સોનાલીને ચેક રિટર્નની નોટીસ મોકલી આપી હતી. ત્યારબાદ સોનાલીએ વેપારીને ફોન કરીને ધમકી આપી હતી કે 'તને કાર પણ પાછી નહી મળે અને પૈસા પણ નહી આપુ. જો તુ પૈસા માંગીશ તો મારી પાસે આપણા બંનેના અંગત ફોટોગ્રાફ્સ છે જે હુ તારા ફેસબુક પર પોસ્ટ કરી દઇશ'  જેથી સામાજીક બદનામીના ડરથી વેપારીએ તેની સાથે સમાધાન કરતા કારના પૈસા નહી માંગવાની ખાતરી આપી હતી. પણ, સોનાલીએ તેની પાસે બીજા 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જો પૈસા નહી આપે તો બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી વેપારીએ પૈસા આપવાની પણ તૈયારી બતાવી હતી અને ગત 14મી સપ્ટેમ્બરે સોનાલીને અમદાવાદ બોલાવીને રૂપિયા 14 લાખ આપી દીધા હતા. આ સમયે સોનાલીએ ખાતરી આપી હતી કે તે હવે વેપારીને હેરાન નહી કરે.

પરંતુ, નવેમ્બરના પહેલા વીકમાં અચાનક હીના કપુર નામની યુવતીનો ફોન આવ્યો હતો. જે સોનાલીની બેન હતી. તેણે વેપારીને ધમકી આપી હતી કે સોનાલીને ભલે 15 લાખ રૂપિયા આપ્યા હોય પણ મને પણ પૈસા આપવા પડશે. નહીતર હુ તારા અને સોનાલીને ફોટો ફેસબુક પર તેમજ તારા પરિવારના મોકલી આપીશ. જો કે વેપારીએ પૈસા આપવાની ના પાડી હતી અને પોલીસમાં ફરિયાદ કરવાનું કહ્યુ હતુ. જો કે વેપાકીને થોડા દિવસ બાદ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે તે તુ પૈસા હીના મેડમને આપી દે નહીતર તારી હાલત ખરાબ કરી દઇશુ. જેથી કંટાળીને અંતે વેપારીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

English summary
ahmedabad bar girl blackmail businessman took 12 lakh cash and bmw car.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.