For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાચવજો! બેંક અધિકારીની ખોટી ઓળખ આપી આ રીતે કરી છેતરપીંડી

અમદાવાદમાં પોલીસે બેંકના અધિકારીની ખોટી ઓળખ આપી ATM કાર્ડની વિગત મેળવી છેતરપીંડી કરતો આરોપી ઝારખંડથી ઝડપાયો.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : દેશભર માં લોકો ફોન કરી બેંકના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ATM કાર્ડની વિગતો મેળવી છેતરપીંડી કરતા હોય છે. આવા જ એક આરોપીને સાયબર ક્રાઈમે ઝારખંડથી ઝડપી પાડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આરોપી દેશભરમાં કોલ કરી લાખો રૂપિયાની છેતરપીંડી કરી ચુક્યો છે. મળતી માહિતી મુજબ બેંકના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ATM કાર્ડ વિગતો લઇ દેશભરમાં તરખાટ મચાવનાર આરોપીને ઝડપી પાડી સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. આરોપી મહમદ જીલાની અંસારી જે છેલ્લા ત્રણ વર્ષથી લોકોને ફોન કરી ATM કાર્ડ અને OTP મેળવી લાખો રૂપિયાની છેતરપીંડી કરી ચુક્યો છે.

crime

પોલીસે તેની પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી. તે દિવસ ભરમાં ૩૦ જેટલા કોલ કરતો ૫ જેટલા લોકોને પોતાનો ભોગ બનાવતો હતો. આરોપી દરરોજ સીમ કાર્ડ બદલી નાખ્તો હતો. અને મોબાઈલ પણ થોડા દિવસો બદલી નાખતો હતો. પોલીસને આરોપી પાસેથી મોટી સંખ્યામાં મોબાઈલ પણ મળી આવ્યા છે. આરોપી જોડે ૩૪ જેટલા ઈ વોલેટ એકાઉન્ટ છે. અને તેને ૧૦ જેટલા ઈમેલ આઈડી પણ બનાવ્યા હતા. શાપ્લસ કોલર ઈન્ફો ડોનેટ નામની એપ્લીકેશનની મદદથી કોઈપણ અજાણ્યા નંબરના પહેલા 4 નંબરથી કયા રાજ્યનો નંબર છે તે જાણી ત્યારબાદ જેતે રાજ્યની ભાષામાં બેન્કના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી એટીએમના નંબર, સીવીવી, અને ઓટીપી મેળવી રુપિયા પોતાના ઈ વોલેટમામ ટ્રાન્સફર કરતો હતો.

આરોપી જીલાની અંસારીએ અમદાવાદ શહેર સહીત રાજ્યભરના મોટા ભાગના શહેરોના લોકોને ભોગ બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઈમને આરોપી ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. જીલાનીએ બેંકના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી એક શખ્સને ફોન કરી તેની પાસેથી તેના ATMનો OTP લઇ લીધો હતો અને રૂપિયા તેના ઈ વોલેટમાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે જે બે નંબરો પરથી ફોન આવ્યો હતો તેની પર તપાસ કરતા બેન્કિંગ માહિતી મળી આવી હતી. તેના પરથી આરોપી ઝારખંડનો રહેવાસી છે તેમ જાણવા મળ્યું હતું. આ અંગે સાયબર ક્રાઈમને જાણ થઇ હતી સાયબર ક્રાઈમે આરોપી જીલાની અંસારીને ઝારખંડથી ઝડપી વધુ તપાસ હાથધરી છે.

{promotion-urls}

English summary
Ahmedabad : Cyber cell arrested man from jharkhand for banking fraud
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X