અમદાવાદ સાઇબર સેલ દ્વારા દિલ્હી નોઈડા કોલ સેન્ટર માં દરોડો સાતની ધરપકડ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદમાં વિવિધ લોકોને વીમા ના નામે કોલ કરી તેમની સાથે ચીટિંગ કરતી ગેંગને અમદાવાદ સાઇબર સેલના અધિકારીઓએ નોયડામાં આવેલા કોલ સેન્ટર પર દરોડો પાડી એક યુવતી સહિત સાત વ્યક્તિની ધરપકડ કરી હતી અને સ્થળ પરથી આઠ મોબાઈલ ફોન અને બે ડાયરી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અમદાવાદના નવરંગપુરા વિસ્તાર માં રહેતા પ્રકાશ ન શાહને ફેબ્રુઆરી 2017માં એક કોલ આવ્યો હતો કે તેમની એચ ડી એફ સીની પોલીસી લેપ્સ થઈ ગઈ છે અને જો તેમને ભરેલા 20 લાખ નાણાં પરત જોઈતા હોય તો પ્રોસેસ માટે નાણાં ભરવાના રહેશે.

cyber cell

આમ વિશ્વાસ માં.લઈને તબક્કાવાર આઠ લાખ લઈ લીધા હતા. જે અંગે તેમને સાઇબર સેલમાં અરજી કરી હતી જેના આધારે પોલીસે તપાસ કરતા ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે નોઈડમાં તપાસ કરતા ત્યાંથી કોલ સન્ટર મળી આવ્યું હતું. એડિશનલ ડીસીપી ડો. રાજદીપ સિંહ ઝાલા ના જણાવ્યા મુજબ આ કોલ સેન્ટર નો મુખ્ય મલિક અખતર અલી છે જે ડેટા ના આધારે કોલ કરાવતો હતો અને આખા ભારત માં લોકો સાથે છેતરપીંડી કરતો હતો હાલ આ સ્કેમ કરોડો નું થાઈ તેવી શક્યતા છે.

English summary
Ahmedabad Cyber Cell : Seven arrested after raid at Delhi Noida Call Center.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.