For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ સાયક્લોથોન : સામાન્ય નાગરિકો માટે બની સમસ્યાઓની વણઝાર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 27 જાન્યુઆરી : આજે અમદાવાદમાં સૌપ્રથમવાર સાયક્લોથોન યોજવામાં આવી હતી. આ સાયક્લોથોનમાં ઉત્સાહભેર અંદાજે 2000થી વાધારે સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. સાયકલિસ્ટોને રસ્તામાં અડચણ ઉભી ના થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસે અમદાવાદ શહેર અને રિંગ રોડ પર ઠેર ઠેર રસ્તા બંધ અને ડાયવર્ઝનની સુવિધા ઉભી કરી આપી હતી. સાયકલિસ્ટો માટેની આ સુવિધાઓ સામાન્ય નાગરિકો માટે સમસ્યાઓમી વણઝાર સમી બની હતી.

ahmedabad-cyclothon-27-jan2013

'સાબરમતી સાયક્લોથોન 2013' માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજ મુકવામાં આવ્યો હતો કે તેમાં લગભગ 5,000 સાયકલિસ્ટો ભાગ લેશે. આ અંદાજને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જો કે કોર્પોરેશન તેમાં જાહેર અને સામાન્ય સેવાઓ તથા મેડિકલ સેવાઓને હાલાકી પહોંચે નહીં તેનું ધ્યાન રાખવાનું ભૂલી ગયું હોય તેમ નાગરિકો અનુભવી રહ્યા હતા.

નાગરિકોને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે એએમટીએસ અને બીઆરટીએસની બસ સેવા મર્યાદિત કરી દેવામાં આવી હતી. તેના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ઠેક ઠેકાણે રસ્તા બંધ કરવામાં આવતા પ્રાઇવેટ વાહનો અને રિક્ષાઓ દ્વારા પણ પરિવહન મુશ્કેલ બન્યું હતું. આ કારણે જે સ્થળે પહોંચવામાં 20 મીનિટથી 30 મીનિટનો સમય લાગતો હતો તેના બદલે અંદાજે દોઢથી બે કલાકનો સમય થયો હતો. આ ઉપરાંત મેડિકલ સેવાઓ ખાસ કરીને 108 અને એમ્બ્યુલન્સને પણ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સમયસર પહોંચવામાં મુશ્કેલીઓ નડી હતી.

સાબરમતી સાયક્લોથોનની સેન્ચ્યુરી રેસ 105 કિલોમીટરની હતી. તે સવારે 7 વાગે શરૂ થઇ હતી. હાફ સેન્ચ્યુરી રેસ 48 કિલોમીટરની હતી. તે સવારે 7.10 વાગે શરૂ થઇ હતી. હાફ સેન્ચ્યુરી ફિક્સી (નોન ગીયર્ડ) રેસ 48 કિલોમીટરની હતી. તે સવારે 7.20 વાગે શરૂ થઇ હતી. જ્યારે 16 કિલોમીટરની ડ્રીમ રાઇડ સવારે 7.30 કલાકે શરૂ થઇ હતી. આ કારણે બપોર સુધી સામાન્ય નાગરિકોને અહીં તહીં અટવાવવું પડ્યું હતું.

સાબરમતી સાયક્લોથોનમાં જનરલ કેટેગરીમાં રૂપિયા 2 લાખ, વરિષ્ઠ નાગરિકને રૂપિયા 1 લાખનું ઇનામ. જ્યારે હાફ મેરેથોનમાં જનરલ કેટેગરીમાં રૂપિયા એક લાખ અને વરિષ્ઠ નાગરિકને રૂપિયા 50,000નું ઇનામ આપવામાં આવ્યું હતું.

English summary
Ahmedabad cyclothon : traffic police clear hurdles for cyclist, create traffic jam for ordinary people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X