• search

અમદાવાદ પૂર્વઃ પાઠકના પ્રદર્શનને દોહરાવી શકશે પરેશની લોકપ્રિયતા

By Rakesh

થોડાક દિવસ પહેલા અમદાવાદ પૂર્વ બેઠકને લઇને ઘમાસાણ મચ્યું હતું. છેલ્લી સાત ટર્મથી આ બેઠક પર ચૂંટાતા આવતા હરિન પાઠકને ટિકિટ નહીં આપીને ભારતીય જનતા પાર્ટીએ બૉલીવુડ અભિનેતા પરેશ રાવલને ટિકિટ આપી છે. પરેશ રાવલ લોકપ્રિય અભિનેતા છે અને તેમની છબી દેશના તમામ વર્ગો પર છે, જ્યારે બીજી તરફ હરિન પાઠક આ બેઠક પર સતત વિજયી થતા આવતા હતા અને તેઓ પોતાના મત વિસ્તારના એક લોકપ્રિય નેતા પણ હતા, તેમ છતાં ભાજપે જ્યારે આ પગલું ભર્યું ત્યારે સ્થાનિક કાર્યકર્તાથી માંડીને બધાને એક આંચકો પહોંચ્યો હતો.

પાઠકનું પત્તુ કપાયા બાદ સ્થિતિ વણસી જવાના અણસાર પણ દેખાયા હતા. હરિન પાઠકે તત્કાળ પત્રકાર પરિષદ બોલાવી અને પોતાની હૈયાવરાળ પત્રકારો સામે ઠાલવી હતી અને ત્યારબાદ તેઓ પાર્ટી અધ્યક્ષને મળવા માટે દિલ્હી પણ પહોંચી ગયા હતા, જોકે તેઓ દિલ્હી જઇને આવ્યા બાદ આ આગ સમી ગઇ છે અને બધુ ફરી પાછું પહેલા જેવું થવા લાગ્યું છે. બીજી તરફ પાર્ટી દ્વારા પરેશ રાવલને તત્કાળ ધોરણે અમદાવાદ આવવા આદેશ આપ્યો હતો અને પરેશ રાવલે સ્થાનિક કાર્યકર્તાઓને મળીને તેમનું દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમની આ ઉડતી મુલાકાત કેટલી ફળદાયી નિવડશે તે 16 મેના રોજ ખબર પડશે.

પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ દ્વારા પૂર્વ મેયર હિંમતસિંહ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તેમનો ટ્રેક રેકોર્ડ જોવામાં આવે તો તેઓ અમદાવાદ મેયર બન્યા હતા, જ્યારે બે વખત વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત થયા છે. આ બેઠક ભાજપનો ગઢ મનાતી હોવાથી એ વાતમાં જરા પણ શંકા નથી કે આ બેઠક પર પરેશ રાવલ વિજયી થશે, પરંતુ ચૂંટણીની લહેર કોઇપણ દિશામાં વહી શકે છે. તો ચાલો તસવીરો થકી આ બેઠક સાથે જોડાયેલી અન્ય વાતો પર નજર ફેરવીએ.

શું કહ્યું હરિન પાઠકે

શું કહ્યું હરિન પાઠકે

મને અમદાવાદ પૂર્વની બેઠક પરથી પાર્ટીએ પહેલી વાર 1989માં હારવા માટે ઊભો રાખ્યો હતો, પાર્ટી ખબર હતી કે અહીં ભાજપની હાર થવાની છે. પાર્ટીએ મને એમ પણ કહ્યું હતું કે હારવા માટે માનસિક રીતે તૈયાર રહેજો, પરંતુ એ ચૂંટણીમમાં મે ભાજપને આ બેઠક જીતીને આપી, અને આજ દિન સુધી સતત સાત વખતથી હું આ બેઠક પરથી ચૂંટાતો આવું છું, અને માત્રને માત્ર મારા કાર્યને જોઇને લોકો મને ચૂંટે છે. તેમ છતાં પાર્ટીએ મારી સાથે આવું કર્યું એનું મને દુ:ખ છે. પરેશ રાવલ અંગે કહ્યું કે મારું જ નહીં પરંતું અમદાવાદના લોકોનું પણ એ જ મંતવ્ય અને અપેક્ષા છે કે તેમનો સાંસદ તેમની વચ્ચેનો હોય, સ્થાનીય હોય, જે તેમના માટે 24 કલાક માટે હાજર રહે.

શું કહ્યું પરેશ રાવલે

શું કહ્યું પરેશ રાવલે

પરેશ રાવેલ કહ્યું કે, હું જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલના જીવન પર આધારિત સરદાર ફિલ્મ કરતો હતો ત્યારે મને ખબર પડી કે સરદાર પટેલ વડાપ્રધાન બનતા રહી ગયા હતા. તો આ વખતે આપણી પાસે તક છે કે દેશના બીજા સરદાર નરેન્દ્ર ભાઇ મોદીને વડાપ્રધાન બનાવીએ. તેમણે કહ્યું કે, હરિન પાઠક મારા મોટાભાઇ જેવા છે, અમે સાથે મળીને ચૂંટણી લડીશું. મોદીને વડાપ્રધાન બનાવવા માટે પ્રજા તલસી રહી છે ત્યારે હું તેમાં સહભાગી થવા આવ્યો છુ. કાર્યકરોના સહકાર વિના કોઇ વ્યક્તિ નેતા બની શકે નહીં.

શા માટે કપાયું હરિન પાઠકનું પત્તુ

શા માટે કપાયું હરિન પાઠકનું પત્તુ

હરિન પાઠકનું પત્તુ કપાવા પાછળનું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે, તેમની અડવાણી પ્રત્યે ઘણી નિષ્ઠા હતી. તેઓ અડવાણીના પ્રિય હતા. 2009ની ચૂંટણી વખતે પણ તેમનું પત્તુ કપાયું હતું, પરંતુ એ વખતે અડવાણીના કારણે તેમને ટિકિટ મળી હતી. આ વખતે માહોલ આખો બદલાયો છે. અડવાણીની સત્તા લાલસાના કારણે અડવાણી પણ પક્ષ પ્રભુત્વ ગુમાવી રહ્યાં છે, જેની અસર સીધી તેમના શિષ્ય હરિન પાઠકને થઇ છે.

પરેશ રાવલને કેમ ટિકિટ

પરેશ રાવલને કેમ ટિકિટ

શા માટે પરેશ રાવલને ટિકિટ આપવામાં આવી તેની પાછળનું કારણ એ છે કે તેમણે પોતાની મોદી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી દીધી છે. તેઓ મોદી સાથે ફિલ્મ સ્ટાર્સનો સંપર્ક વધારવામાં પણ મદદ કરી રહ્યાં છે અને મહત્વની ભૂમિકા પણ નિભાવી છે. ઉપરાંત પરેશ રાવલે મોદીની સરખામણી સરદાર પટેલ સાથે પણ કરી ચૂક્યા છે. જેથી સ્વાભાવિક પણે પરેશ રાવલને ટિકિટ મળે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રસે પરેશ રાવલ સામે પૂર્વ મેયર હિંમતસિંહ પટેલને મેદાને ઉતાર્યા છે. હિંમતસિંહ પટેલની વાત કરવામાં આવે તો તેઓ બેવાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને બન્ને વખત તેઓને પરાજયનો સામનો કરવો પડ્યો છે. જે પ્રકારનો માહોલ દેશભરમાં છે અને ગુજરાતમાં મોદી સરકાર ત્રણ વખત ચૂંટાઇ છે, તથા આ ગઢ વર્ષોથી ભાજપનું છે ત્યારે અહીં પરેશ રાવલથી તેમને પડકાર મળશે તે સ્વાભાવિક છે.

હરેન પાઠકનું પ્રદર્શન

હરેન પાઠકનું પ્રદર્શન

વર્ષઃ- 1989

હરિન પાઠકઃ- 334098

સુરેન્દ્ર રાજપુતઃ- 186741

હરેન પાઠકનું પ્રદર્શન

હરેન પાઠકનું પ્રદર્શન

વર્ષઃ-1991

હરિન પાઠકઃ- 233568

મગનભાઇ બારોટઃ- 141683

હરેન પાઠકનું પ્રદર્શન

હરેન પાઠકનું પ્રદર્શન

વર્ષઃ-1996

હરિન પાઠકઃ- 210967

ઇર્શાદ મિર્ઝા 112450

હરેન પાઠકનું પ્રદર્શન

હરેન પાઠકનું પ્રદર્શન

વર્ષઃ-1998

હરિન પાઠકઃ- 350699

હરુભાઇ મહેતાઃ- 213886

હરેન પાઠકનું પ્રદર્શન

હરેન પાઠકનું પ્રદર્શન

વર્ષઃ-1999

હરિન પાઠકઃ- 280696

ગિરિશ દાનીઃ- 227728

હરેન પાઠકનું પ્રદર્શન

હરેન પાઠકનું પ્રદર્શન

વર્ષઃ-2004

હરિન પાઠકઃ-301787

રાજકુમાર ગુપ્તાઃ-224151

હરેન પાઠકનું પ્રદર્શન

હરેન પાઠકનું પ્રદર્શન

વર્ષઃ-2009

હરિન પાઠકઃ- 318846

દિપક બાબરિયાઃ- 232790

English summary
ahmedabad East paresh rawal will create magic like harin pathak
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more