For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગારમેન્ટ ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અમદાવાદના કાપડના ગોડાઉનમાં લાગી આગ. ગોડાઉનમાં હતા સિલીન્ડર પણ જેના લીધે થયા ધડાકા. મેયર પર દોડી આવ્યા ઘટનાસ્થળે.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અમદાવાદ શહેરમાં પ્રેમ દરવાજા વિસ્તારમાં બાવાના ડહેલામાં આર. કે. ગારમેન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આજે વહેલી સવારે કાપડના ગોડાઉનમાં આગ લાગતા ધીમે - ધીમે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગવાના કારણે ગોડાઉનમાં પડેલા સીલીન્ડરો બ્લાસ્ટ થયા હતા. ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવા માટે 4 કલાકથી વધુ સમય થઇ ગયો હતો, વહેલી સવારે લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આજુ -બાજુના ગોડાઉન વેપારીઓએ ખાલી કરવાના શરૂ કરી દીધા હતા. અને વેપારીઓ દોડતા થઇ ગયા હતા જોકે ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ.

fire

આજે વહેલી સવારે લાગેલી આગને કાબુ કરવા માટે ફાયરની 16 ગાડીઓ કામે લાગી હતી જોકે આગ વિકરાળ રૂપ ધારણ કરી લેતા ફાયર દ્વારા ગોડાઉનની દીવાલોને તોડવામાં આવી હતી અને ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો. આગ લાગવાના કારણે ગોડાઉનમાં પડેલા સીલીન્ડર બ્લાસ્ટ થયા હતા. ગોડાઉનમાં ૧૦ જેટલા સીલીન્ડર મળી આવ્યા હતા. જોકે સીલીન્ડર ગોડાઉનમાં ક્યાંથી આવ્યા હતા તેને લઇ ગોડાઉન માલિક અજાણ હોવાનું જણાવે છે. જોકે ગેસના સીલીન્ડર બ્લાસ્ટ થતા દીવાલો પણ ધરાસાઈ થઇ ગઈ હતી. દીવાલ ધરાસાઈ થતા એક રીક્ષા દિવાલના કાટમાળ નીચે દટાઈ ગઈ હતી જોકે ખાલી રીક્ષા પડી હતી એટલે કોઈ જાનહાની નથી થઇ.

fire

Read also : ઉપર નાળિયેર, નીચે દારૂ, દારૂ ઘુસાડવાની નવી રીત Read also : ઉપર નાળિયેર, નીચે દારૂ, દારૂ ઘુસાડવાની નવી રીત

આગના સમાચાર મળતાની સાથે અમદાવાદ મેયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મેયર ઘટનાની વિષે જાણકારી મેળવી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી એકબંધ છે. જેને લઇ આગ લાગવાનું કારણ જાણવા માટે FSLની મદદ પણ લેવામાં આવી રહી છે. જોકે ગેસના બીજા સીલીન્ડરમાં બ્લાસ્ટ ન થતા મોટી જાનહાની ટળી હતી.

English summary
Ahmedabad: fire at cloth godown, now fire is under control. Read more on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X