અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બૉમ્બ ની ધમકી આપનાર ઝડપાયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ના એટીસી પર ગત 16મી માર્ચ 2018 ના રોજ રાતના સમયે એક અજાણ્યા નંબર થી કોલ આવ્યો હતો કે કોકકોલા ટીનમાં બૉમ્બ લઈ ને આવું છું. તમે દેખી લો ઈન્ટેલિજન્સ રિપોર્ટ આ ગયી હોગી મેં રશિયા સે બાત કર રહ્યા હું.જો બૉમ્બ ઇજિપ્ત વાલી પ્લેન મેં યુઝ કિયા થા વહી યુઝ કરને વાલા હું . ત્યારબાદ કોલ કરનારે ફોન કટ કરી દીધો હતો.

ahmedabad international airport

આ બાબતે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એસઓજી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પીએસઆઇ એચ જી પટેલે ટેકનીકલ સર્વેલન્સ ના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં 8244 પર આવેલા કોલની વિગત બીએસએનએલ પાસે માંગી હતી. પણ બીએસએનએલ ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કોલ વીએસએનએલના ગેટવે થી આવ્યો હતો.

જેથી પોલીસે વીએસ એન એલ માં તપાસ કરતા માહિતી મળી હતી કે આ કોલ જિયો ના ગેટવે પરથી તેમના નેટવર્ક પર આવ્યો હતો જોકે જીઓ પરથી જવાબ મળ્યો હતો કે એરટેલના નેટવર્ક પરથી આ કોલ કરાયો હતો. પોલીસ ને આ માહિતી મળતા તેમને તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે આ ફોન પ્રીતેસ નામના વ્યક્તિ એ કે જે આદિપુર થી કર્યો હતો. પોલીસે તેને ઝડપી લીધો હતો.

English summary
ahmedabad international airport bomb threat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.