For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: 1800 ગેરકાયદે ઇમારતોને સીલ કરાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરના સીજી રોડ પર સ્થિત 9 માળની ઇમારત, શ્રી બાલાજી હાઇટ્સની છત પર ગેરકાયદેસર બાંધેલા બ્લુ રૂફ ટોપ કેફે રેસ્ટોરન્ટ બિસ્ત્રોને તોડી પાડ્યું છે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરના સીજી રોડ પર સ્થિત 9 માળની ઇમારત, શ્રી બાલાજી હાઇટ્સની છત પર ગેરકાયદેસર બાંધેલા બ્લુ રૂફ ટોપ કેફે રેસ્ટોરન્ટ બિસ્ત્રોને તોડી પાડ્યું છે. કેફે 400 ચોરસ મીટર પર સ્થાપિત હતો. કોર્પોરેશન અધિકારીઓએ જાણ્યું કે આ ગેરકાયદે કેફેને સ્થાપિત કરવા માટે એક વધારાનો ફ્લોર બાંધવામાં આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં, સરદાર પટેલ સ્ટેડિયમ વૉર્ડમાં ગોરસ રેસ્ટોરન્ટ, સાઉથલેન્ડ રેસ્ટોરન્ટ અને કાઠિયાવાડી રેસ્ટોરેન્ટના ગેરકાયદેસર સ્થાનો સામે પણ પગલાં લેવાયા હતા.

Ahmedabad municipal corporation

મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીએ ફાયર સલામતી ધોરણોની જરૂરી જોગવાઈઓ પૂરી કરવા અને એનઓસી મેળવવા માટે વ્હાઈટ હાઉસ, સેન્ટર પોઇન્ટ, શિતિરત્ન, સ્પેન ટ્રેડ સેન્ટર, યશ એક્વા, રુદ્ર કૉમ્પ્લેક્સ અને ફેયરડાઇલ હાઉસ જેવા મકાનોને અંતિમ નોટિસ જારી કરી છે. બે ભાગમાં વસેલા શહેરમાં મોટા ભાગની ગેરકાયદે ઇમારતો શહેરના પશ્ચિમી વિસ્તારોમાં મળી આવી છે. પૈસા કમાવવાના લોભમાં ઘણી ઇમારતોમાં છત અને બેઝમેન્ટમાં પણ ટ્યુશન ક્લાસીસ ચાલે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ સ્થળોએ સતર્કતાથી તપાસ શરુ કરી છે. જ્યાં આગ સલામતીની વ્યવસ્થા નથી, તેને સીલ કરવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં શહેરમાં 1800 થી વધુ ટ્યુશન વર્ગોને બંધ કરાવામાં આવ્યા છે. તથા મૉલ્સ, રેસ્ટૉરન્ટ્સ અને હોટેલોમાં પણ તપાસ ચાલી રહી છે. જ્યાં ફાયર સેફ્ટી મળી નથી, ત્યાં નોટિસ મોકલવામાં આવી છે અને સાત દિવસની અંદર ફાયર સેફ્ટીના ઉપકરણ લગાવવા પડશે.

English summary
Ahmedabad municipal corporation action on illegal construction complaints
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X