For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ AMCનું 9685 કરોડનું બજેટ મંજૂર, આ વર્ષે 777 કરોડનો થયો વધારો

અમદાવાદઃ AMCનું 9685 કરોડનું બજેટ મંજૂર, આ વર્ષે 777 કરોડનો થયો વધારો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ શાસક પક્ષે અમદાવાદ શહેરનું વર્ષ 2020-21 માટેનું બજેટ રજૂ કર્યું હતું. 777 કરોડના વધારા સાથેના આ 9685 કરોડનું બજેટ મંજૂર થઈ ગયું છે. સ્ટેન્ડિંગ કિટીના ચેરમેન અમુલ ભટ્ટે રજૂ કરેલા આ બજેમાં વિકાસ કાર્યો માટે 443 કરોડ ફાળવવામાં આવ્યા છે. બજેટમાં શાસક પક્ષે વાહન વેરો મંજૂર કર્યો જ્યારે 228 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ફગાવ્યો છે.

ahmedabad

ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિ કમિશનરે 224 કરોડ રૂપિયાનો વધારો સૂચવ્યો હતો જો કે આ વધારાને ફગાવી દેવામાં આવ્યો હતો. કમિશ્નરે ડ્રાફ્ટ બજેટમાં વાહનવેરો જે પ્રમાણે સૂચવ્યો હતો એ જ રાખવામાં આવ્યો છે, હવે શહેરમાં 15 લાખથી વધુ કિંમતના વાહન ખરીદનારે 3 ટકા વાહનવેરો ચૂકવવો પડશે.

જણાવી દઈએ કે મ્યુનિ કમિશનરે મિલકતવેરામાં વધારો સૂચવ્યો હતો પણ તે ફગાવી દેવાયો, ચાલી કે ઝૂંપડામાં કોઈપણ પ્રકારનો સૂચિત વધારો ન કરવા કહેવાયું હતું. પોળ અને ગામતળની મિલકતમાં વાર્ષિક 300 રૂપિયા જેટલો વધારો કરવા કહેવાયું. ફ્લેટ, ટેનામેન્ટ અને રો હાઉસમાં ક્રમશઃ 500 અને 700 રૂપિયા જેટલો વધારો કરવા કહેવાયું હતું. જ્યારે બંગલાઓ સહિતના રહેણાંકોમાં વાર્ષિક 3થી 4 હજારનો વધારો સૂચવ્યો.

Recommended Video

રૂપિયા 777 કરોડના વધારા સાથે એએમસીનું વર્ષ 2020-21નું બજેટ મંજૂર

જ્યારે વાહનોના સૂચિત દરની વાત કરીએ તો ટુ વ્હિલરમાં કોઈ ફેરફાર કરાયો નથી અને ઓઠો રીક્ષામાં પ્રોત્સાહન દૂર કરવા કહેવું છે, જ્યારે સામાન્ય વાહનોમાં નજીવો વધારો અને 15 લાખથી વધુના વાહનો પર 3 ટકા વધારો સૂચવાયો છે.

કોરોના વાયરથી મૃત્યુ પામનારની સંખ્યા 563 પાર, 28000 લોકો સંક્રમિતકોરોના વાયરથી મૃત્યુ પામનારની સંખ્યા 563 પાર, 28000 લોકો સંક્રમિત

English summary
ahmedabad municipal corporation's budget 9685 crore approved
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X