1 કરોડની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપાયો વ્યક્તિ

Subscribe to Oneindia News

સોમવારે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટપરથી બે વ્યક્તિઓને રૂપિયા 1 કરોડની કિંમતના ચરસનો જથ્થા સાથે ઝડપી લીધા હતા. ચરસનો જથ્થો ફારૂક નામનો શખ્સ કાશ્મીરથી લાવીને ગુજરાતમાં વિવિધ શહેરમાં સપ્લાય કરવાના હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પોલીસે કાશ્મીરથી ગુજરાત લાવવામાં આવતા ચરસના જથ્થાને પકડ્યો હતો. ત્યારે એક સપ્તાહની અંદર બીજી વાર આટલી મોટા જથ્થામાં નશીલો પદાર્થ ગુજરાતમાં પકડાયો છે. અને બંન્નેના કનેક્શન કાશ્મીર અને ગુજરાત સાથે જોડાયેલા છે.

Ahmedabad

ગુજરાત નાર્કોટિક્સ કોન્ટ્રલ બ્યુરો ના ઝોનલ ડિરેક્ટર હરિઓમ ગાંધીના જણાવ્યા મુજબ આજે સવારે ઈન્ડિગો ની ફ્લાઇટ માં 1 વ્યક્તિ ચરસનો જથ્થો લઈ અમદાવાદ આવી રહ્યો છે. જેના આધારે સવારે શ્રીનગરથી આવી રહેલી ફ્લાઈટ ના પેસેન્જર ફારૂક શેખ પાસેની બેગમાં તપાસ કરતા તેમાંથી ફ્રૂટ ના બોક્સમાંથી 10 કિલો ચરસ મળી આવ્યું હતું. જેની કિંમત આંતર રાષ્ટ્રીય બજારમાં 1 કરોડ માનવામાં આવી રહી છે. આ ઉપરાંત એનસીબીએ એક અન્ય વ્યક્તિને પણ ઝડપી લીધો હતો જે ફારૂખ ને રિસીવ કરવા આવ્યો હતો. ખૂબ લાંબા સમય બાદ એરપોર્ટથી ડ્રગ્સ પકડાયાનું બહાર આવ્યું છે. આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

English summary
Ahmedabad : Narcotics department arrest one man with 1 crore worth Hashish

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.