બોગસ આધાર કાર્ડ બનાવવાના ગુનાના આરોપીએ પોલીસ સ્ટેશનમાં કરી આત્મહત્યા

Subscribe to Oneindia News

પોલીસે બોગસ આધાર બનાવતો એક આરોપી સહીત કુલ ૩ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. નવરંગપુરા વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતા બે નેપાળી યુવકો જોડે આધાર કાર્ડ છે તેવી પોલીસને બાતમી મળતા પોલીસે તપાસ હાથધરી હતી. પોલીસે ખોટી રીતે આધારકાર્ડ બનાવનાર બે નેપાળીઓની ધરપકડ કરી હતી. પોલીસે વધુ પૂછપરછ કરતા પોલીસે બોગસ આધાર કાર્ડ બનાવનાર પુનમ દંતાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્રણે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

crime

જો કે પુનમ દંતાણીએ ગુજરાત યુનીવર્સીટી પોલીસ સ્ટેશનના લોકઅપના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આજે વહેલી સવારે પુનમ દંતાણી બાથરૂમમાં ગળેફાંસો આત્મહત્યા કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને પીએમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પુનમ દંતાણી દિવ્યાંગ હતો અને પહેલા આધાર કાર્ડ બનાવતી એજન્સીમાં કામ કરતો હતો. અને હાલ સહજાનંદ કોમ્પ્લેક્ષમાં જાતે આધાર કાર્ડની એજન્સી ચલાવતો હતો. અને પૈસાની લાલચમાં વગર પુરાવે આધાર કાર્ડ કાઢી આપતો હતો.

English summary
Ahmedabad : A person accused of making a duplicate aadhar card committed suicide in a police station.
Please Wait while comments are loading...