મોબાઈલ ટાવરના બેટરી ચોર ઝડપાયા!

Subscribe to Oneindia News

વસ્ત્રાપુર પોલીસે બે આરોપીની ધધરપકડ કરી છે મોબાઈલ ટાવરની બેટરીની ચોરી કરતા હતા. બંને આરોપીઓ સહીત કુલ ૪ આરોપીઓ મળીને એક જ ફ્લેટમાંથી મોબાઇલ ટાવરમાં લગાવેલી 24 બેટરીઓની ચોરી કરી હતી. અમદાવાદ શહેરના માનસી સર્કલ પાસે કોનાર્ક ક્રિસ્ટલ ટાવરના બ્લોક બીના ધાબા પર લગાવેલા મોબાઈલ ટાવરની 24 બેટરીઓ ચોરાઈ ગઈ હતી. તે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

crime

પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતા ફ્લેટના ગેટ પર મુલાકાતે આવતા લોકોના રજીસ્ટર બુકમાં એન્ટ્રીની તપાસ કરતા પોલીસે બી બ્લોકમાં દિવસ ભરમાં માત્ર એક જ મુલાકાતીની એન્ટ્રી હતી. તેમાં લખેલા નંબરને ટ્રેસ કરી આરોપીને ઝડપ[ઈ પાડ્યો હતો. હાલ પોલીસે લક્ષ્મીલાલ કુમાવત અને ફકરૂદ્દીન વોરાની ધરપકડ કરી છે. લક્ષ્મીલાલે ફ્લેટમાં જઇને બેટરીઓ કાઢી હતી, અને ફકરૂદ્દીન જૂની બેટરીઓ ખરીદી હતી. પોલીસે અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

English summary
AHMEDABAD police arrested 4 people to Mobile tower Battery theft .Read here more.
Please Wait while comments are loading...