ગાંજાની હેરાફેરી કરતા એક મહિલા સહીત ત્રણની ધરપકડ

Subscribe to Oneindia News

અમદાવાદ : રામોલ પોલીસે બાતમીના આધારે ગાંજાની હેરાફેરી કરતા પુરુષ અને મહિલાને ઝડપી પાડ્યા છે. થોડા રૂપીયાની લાલચમાં બંને આરોપીઓ ગાંજાની હેરાફેરી કરતા હતા દંપતી. પોલીસને બાતમી મળી હતી એક્સપ્રેસ હાઇવે પર સુરતથી અમદાવાદ ગાંજો લઇ પુરુષ અને મહિલા આવવાના છે. પોલીસે વોચ ગોઠવી આરોપીઓને ૬ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા.

crime

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા બંને એક ટ્રીપ ૨ હજાર રૂપિયા લેતા હતા સુરતથીં અમદાવાદ ગાંજો પહોંચાડવા માટે ૨ હજાર રૂપિયા લેતા હતા. આરોપી સોહિલ અનવર શેખ અને શારજહાં શેખ ઉર્ફે ગુડ્ડી બંને ગોમતીપુરના રહેવાસી છે. બંને આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું. ગાંજો ગોમતીપુરના ઇમરાન નામના શખ્સના ત્યાં પહોંચાડવાનું હતું. પોલીસે આરોપી ઇમરાનને પણ ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથધરી છે.

English summary
Ahmedabad : Police arrested three person with 6 kg marijuana.Read here more.
Please Wait while comments are loading...