અમદાવાદના ઇસનપુરમાંથી ઝડપાયું જુગારધામ

Subscribe to Oneindia News

ઇસનપુરના સિરાજનગરના છાપરા વિસ્તારમાં એક બંધ મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી પોલીસ ને મળી હતી. એફ ડીવીઝનના એસીપીની લીડ હેઠળ પોલીસે રેડ પાડી હતી જોકે સંવેદનશીલ અને ઇન્ટીરીયર વિસ્તારમાં બંધ ઘરમાં જુગાર રમાતો હોવાથી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા એક નવો કીમિયો અપનાવ્યો હતો. સામાન્ય રીતે આવી ઘટનાઓ ફિલ્મો જ જોવા મળતી હોય છે પણ આ વખતે પોલીસે રિયલ લાઇફમાં પણ તે કરી બતાવ્યું હતું.

GLAMBING

જેમાં એસીપી મંજીતા વણઝારાએ વેશ પલટો કરી જુગારધામને ઝડપી પાડવા માટે લીડ કરી હતી. મંજીતા વણઝારા બુરખો પહેરી જુગારધામ શોધી કાઢ્યો હતો એમને પોલીસ કર્મીઓને સુચના આપી. અને તે પછી તેમના એક ઈશારે પોલીસે જુગારધામ પર રેડ પાડી. ત્યારે આ જુગારધામ માંથી 27 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ રેડમાં બે મુખ્ય આરોપી સહિત ૨૭ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાથે જ 1.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શેરમોહમદ અને નાસીરખાન નામના શખ્સ બંધ મકાનમાં લોકોને જુગાર રમાડતા હતા. જોકે પોલીસથી છુપીને ચલાવતા જુગારને એસીપી મંજીતા વણજારાએ વેશ પલટો કરી ઝડપી પાડ્યો.

English summary
Ahmedabad police raid at Gambling den. Read here in details.
Please Wait while comments are loading...