અમદાવાદમાંથી વધુ એક ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું

Subscribe to Oneindia News

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે સીએન વિદ્યાલય પાસે પ્રેસિડેન્ટ હાઉસના ૯ મા માળે ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા. જોકે પોલીસે દરોડા પાડી ૧૫ જેટલા લોકોની ધરપકડ કરી હતી અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

illegal call center

મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે પ્રેસિડેન્ટ હાઉસમાં ૯ માળે ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરને ઝડપી પાડ્યો હતો. કોલ સેન્ટર માં વિદેશમાં કોલ કરી વિદેશી નાગરિકોને લોન અપાવાના બહાને છેતરપીંડી કરતા હતા. પોલીસે રેડ પાડી કોલ સેન્ટરના સંચાલક સહીત ૧૫ જેટલા લોકોની ધરપકડ કરી છે પોલીસે 27 કોમ્પ્યુટર, 15 મોબાઈલ સહીત મોટી સંખ્યામાં મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથધરી છે.

English summary
Ahmedabad : Police raid at illegal call center, 15 people held by Gujarat police.
Please Wait while comments are loading...