અમદાવાદમાંથી હાઇફાઇ જુગારધામ ઝડપાયો

Subscribe to Oneindia News

અમદાવાદના જજીસ બંગલા વિસ્તારમાં જુગારધામ પર PCBની ટીમના દરોડા પાડ્યા હતા જેમા 28 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને સાથે જ પોલીસે ઘટના પરથી 2.81 લાખની રોકડ રકમ સાથે કાર સહીત વાહનોને જપ્ત કર્યા હતા. નોંધનીય છે કે પોલીસને બાતમી આધારે આ દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે જજીસ બંગલા રોડ પર પકવાન ચાર રસ્તા નજીક એક કોમ્પ્લેક્ષમાં હાઇફાઇ જુગારધામ ચાલે છે. જે બાદ રેડ પડતા જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા.

raid

પીસીબી ક્લબમાં ચાલતા આ હાઇફાઇ જુગારધામ પણ જીમખાનાની આડમાં ચાલતું હતું જ્યાં રૂપિયાના બદલે કોઇન દ્વારા જુગારીઓને જુગાર રમતા હતા. નોંધનીય છે કે હાલ થોડા સમય પહેલા જ નવરંગપુરા ખાતેથી પણ આ જ રીતનું જુગારધામ પકડાયું હતું. ત્યારે જીજીસ બંગલા જેવા અમદાવાદના પોશ વિસ્તારમાં આવા જુગામધામ ચાલતા હોવાનું જાણીને આસ પાસના લોકો આશ્ચર્યચક્તિ થઇ ગયા હતા.

English summary
Ahmedabad Police raid near Pakvan arrested 28 Person For Gambling. Read here more.
Please Wait while comments are loading...