સાબરમતી જેલમાં એક કેદીએ બીજા કેદી પર ગરમ તેલ નાખ્યું

Subscribe to Oneindia News

સુરતની લાજપોર જેલમાંથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરાયેલા કેદી બબલુ પરિંદાએ સાબીર માડમ નામના કેદી પર ગરમ તેલ નાંખી હુમલો કર્યો હતો. હુમલામાં ઈજા પામેલા કેદીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. નારકોટીક્સના ગુનામાં સુરતની લાજપોર જેલમાં બંધ કેદી બબલુ ઉપેન્દ્રભાઈ પરિન્દા પહેલા પણ જેલમાં નારયણ સાંઈ સમેત જેલ કર્મીઓ અને અન્ય કેદીઓ પર હુમલા કરી ચુક્યો છે. અને આ કારણે અગાઉ પણ તેને રાજ્યની અલગ - અલગ જેલોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અનેક વાર તેને અન્ય લોકો પર જેલમાં હુમલા કર્યા છે. જેને લઇ ફરી વાર તેને સાબરમતી જેલ માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પણ અહીં પણ તેણે શાર્પ શુટર સાબિર માડમ નામના કેદી પર ગરમ તેલ નાખી હુમલો કર્યો

jail

મળતી માહિતી અનુસાર અમદાવાદ ની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બીજા બે કેદીઓ પર પણ અગાઉ તેને હુમલા કર્યા હતા. અને બબલુને સાબિરએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ બબલુએ સાબિર પર ગરમ તેલ નાખી હુમલો કર્યો હતો તેવું જાણવા મળ્યું છે. જે બાદ સાબીરે બુમાબુમ કરતા જેલ સ્ટાફે તેને હોસ્પિટલ લઇ ગયા હતા. અને વધુ સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેણે બબલુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એસઓજીને સોંપી છે. ત્યારે માનવામાં આવે છે કે નારકોટીક્સના ગુનામાં સજા ભોગવી રહેલ બબલુ તેનું માનસિક સંતુલન ખોઈ બેઠો છે.

English summary
Ahmedabad Sabarmati jail: Prisoner injured another Prisoner in the jail .
Please Wait while comments are loading...