અમદાવાદ: એલિસબ્રિજ ખાતે CAના ઘરમાં 6 લાખની ચોરી

Subscribe to Oneindia News

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં રૂપિયા 6 લાખની રોકડની ચોરી થયાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ફરિયાદી સીએ તેમના પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા, ત્યારે બપોરના 12 થી 2 વાગ્યા દરમિયાન ચોરી થઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મોનિસ શાહ નારંગી વિલા બંગલો નગરી હોસ્પિટલ ખાતે તેમના માતા સ્મિતા બેન અને પિતા સુકેતુભાઈ સાથે રહે છે. તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે વ્યવસાય કરે છે અને ગાંધીગ્રામમાં આવેલ પ્રીમિયમ હાઉસમાં ઓફિસ ધરાવે છે.

Ahmedabad

ગુરૂવારે સવારે મોનિસ શાહ તેમના માતા-પિતા સાથે દાદા સાહેબના પગલાં ખાતે પૂજન કરવા ગયા હતા. ત્યારબાદ બપોરે 12 વાગે ઘરે આવીને ઓફિસ ગયા હતા. આ સમયે ઘરની ચાવી બહાર એક ખૂણામાં મૂકી હતી. ત્યારબાદ બપોરે 2 વાગ્યાના આસપાસ સ્મિતાબેન અને સુકેતુભાઈ ઘરેમાં આવ્યા ત્યારે જોયું તો બેડરૂમમાં લાકડાનો કબાટ તૂટેલો હતો અને રૂપિયા 6 લાખની રોકડ ગાયબ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલે જણાવ્યું હતું કે, અમે સીસીટીવી તપાસી રહ્યાં છીએ અને કોઈ જાણભેદુ હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. કારણ કે, ઘરની ચાવી ક્યાં હોય છે તે બાબતે કોઈ નજીકનું જ વાકેફ હોઇ શકે.

English summary
Ahmedabad: Thievery of Rs. 6 Lac from a CA's house in Ellisbridge area.
Please Wait while comments are loading...