For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોની જાગરૂકતા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ!

રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં આ સમસ્યા ઘણી વકરી છે. કુદકે ભુસકે વધતાં વાહનો અને ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરતી જનતા તથા ટ્રાફિક વ્યવહારને વિસંગત રોડ સ્ટ્રક્ચરને કારણે આપણે ટ્રાફિકનું પાલન કરાવવું ઘણું મુશ્કેલ સાબિત થઇ ગયું છે. ઉપરથી ટ્રાફિક પોલીસની કામગીરી પણ ટ્રાફિક ડ્રાઇવ પુરતી સિમિત હોય તેમ ટાર્ગેટ પુરા કરવા માટે જ પાલન કરાવતી હોય તેવું લાગી રહ્યું છે. તો, ટ્રાફિકનું પાલન કરવાની સરળ અને જાગૃત ગાઇડલાઇનનો અભાવ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો પણ પોલીસ દંડથી બચવા નિયમ ફોલો કરતા હોય તેવું લાગી રહ્યું છે.

સ્પેશિયલ ડ્રાઇવ

રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમો વાહન ચાલકોની સુરક્ષા અને અકસ્માતો અટકાવી શકાય તે હેતું થી બનાવેલા હોય છે. પરંતું, તે નિયમોનું પાલન કરવામાં આવતું નથી. આ કારણે સતત અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે, અકસ્માતોનું પ્રમાણ ઘટે અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે. હાલમાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા 11 જૂન સુધી આ ટ્રાફિક ડ્રાઇવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસ વિભાગે ડ્રાઇવ કરીને રોંગ સાઇડ વાહન ચલાવનારા, ટ્રાફિક સિગ્નલનો ભંગ, એચએસઆરપી વગરના વાહનો, હેલ્મેટ, સીટ બેલ્ટ, બ્લેક ફિલ્મ, ઇન્સ્યોરન્સ કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવનાર સામે વધુમા વધુ કેસ દાખલ કરી દંડ ઉઘરાવવા નિર્દેશ કરાયા છે. મહાનગરોમાં ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી પણ ટ્રાફિક પોલીસને દંડ ઉઘરાવવા ઘણા ઉપયોગી થઇ રહ્યા છે. લોકોમાં જાગૃતિ આવે અને નિયમોનું પાલન કરી શકાય તેવા પ્રયાસ કરાય છે, પરંતું, લોકો નિયમોનું પાલન કરતાં ન હોવાથી ઘણીવાર અઘટીત હોનારત સર્જાતી હોય છે.

English summary
Ahmedabad Traffic Police launches drive for road safety and traffic rules awareness!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X