અમદાવાદમાં બે જુગારીઓની વચ્ચે મોતની લડાઇ, એકની મોત

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરના કોટડા વિસ્તારમાં પીકર્સની ચાલી પાસે આજે વહેલી સવારે રૂપિયાને લઇ હત્યા કરવાની ઘટના બની છે. હત્યારાએ પાઈપના ફટકા મારી હત્યા કરી છે, પોલીસની ગિરફતમાં આવેલ આરોપીના જામીનના રૂપિયાને લઇ બે યુવકો વચ્ચે તકરારમાં એકની હત્યા કરવામાં આવી તેવું બહાર આવ્યું છે. જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે, પરંતુ મૃતક યુવક સામે પણ ક્રોસ ફરીયાદ નોંધવામાં આવી છે.

Crime

અશોક મિલની જુની ચાલીમાં રહેતા વિરેન્દ્રને માથામાં લોખંડની પાઈપના ફટકા મારી હત્યા કરવામાં આવી હતી. જેમા પોલીસે જીવણ મેઘા તેના પુત્ર સંજય મેઘા અને તેના 3-4 સાગરીતો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, મૃતકએ છરી મારી હોવાથી તે અંગે પણ ક્રોસ ફરીયાદ નોંધવામાં આવી છે.

પોલીસ ફરિયાદ મુજબ મૃતક વિરેન્દ્ર અને આરોપીના મિત્ર કિશ્મતસિંહની પોલીસે મારા મારી અને જુગારના ગુનામા ધરપકડ કરી હતી. તેના જામીન થવા માટે જીવણ મેઘાએ 1 હજાર રૂપિયાની માંગ કરી હતી. વિરેન્દ્રએ 300 રૂપિયાની જામીનના રૂ ૧ હજાર માંગો છો કહી વિવાદ કરતા. બંન્ને વચ્ચે મારામારી થઈ હતી. જેમાં આરોપી દ્વારા વિરેન્દ્રને પાઈપના ફટકા મારી હત્યા કરવામાં આવી હતી. અને સામે વિરેન્દ્રએ પણ મરતા પહેલા છરી મારી હતી. ત્યારે હાલ આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

English summary
Ahmedabad: Two gamblers fight on small issue, one death. Read more on it.
Please Wait while comments are loading...