બે મહિલાઓએ ટ્રાવેલ એન્જસીની કાર લઇને થઇ છૂ, અમદાવાદની ઘટના

Subscribe to Oneindia News

અમદાવાદના સરદારનગર પોલીસ મથકે બે અજાણી મહિલાઓ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ટ્રાવેલ્સ એજન્સીના માલિકે ફરિયાદ નોંધાવી છે કે 10મી ડિસેમ્બરે બે મહિલાઓ ડ્રાઇવીંગ લાયસન્સની કોપી તેમજ 10 હજાર રૂપિયા એડવાન્સ આપીને રૂપિયા આઠ લાખની કિંમતની ઇનોવા કાર ફરવા માટે લઇ ગયા બાદ પરત આવી નથી. આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Ahmedabad

આ બનાવની વિગતો એવી છે કે નારણપુરામાં રહેતા હેમરાજ રાઉલજી નારણપુરામાં ખાનગી ટ્રાવેલ એજન્સી ધરાવે છે. ગત છઠ્ઠી ડીસેમ્બરે તેમને એક મહિલાનો ફોન આવ્યો હતો. જેમાં તેની ઓળખ પુજા પલાન્ડા તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે તેઓ 10મી તારીખ પુનાથી અમદાવાદ ફરવા માટે આવવાના છે અને તેમને ઇનોવા કાર સેલ્ફ ડ્રાઇવ કરવા માટે ભાડે લેવાની છે. જેથી હેમરાજે કારના સીલેક્ટ કરવા માટે પુજાને વોટ્સએપ કારના પીક્ચર મોકલતા પુજાએ કારને ફાઇનલ કરી હતી. ત્યારબાદ 10મી ડીસેમ્બરે ફરીથી પુજાનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી ગયા છે અને કારની જરૂર છે. જેથી હેમરાજ ઇનોવા કાર લઇને એરપોર્ટ સર્કલ ગયા હતા અને પુજા પાસેથી ડ્રાઇવીંગ લાયસન્સની કોપી અને એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઇને ચાર દિવસ માટે સેલ્ફ ડ્રાઇવ માટે કાર પુજાને આપી હતી. આ સમયે તેની સાથે એક અન્ય મહિલા પણ હતી. આ દરમિયાન તા. 14ના રોજ કાર પરત લેવા માટે પુજાને ફોન કર્યો ત્યારે તેણે ફોન રીસીવ કર્યો નહોતો અને થોડીવારમાં સ્વીફ ઓફ કરી દીધો હતો. જેથી હેમરાજને શંકા ગઇ હતી અને સતત બે દિવસ સુધી ફોન સ્વીચ ઓફ આવતા તેમણે ડ્રાઇવીંગ લાયસન્સમાં દર્શાવવામાં આવેલા પુનાના સરનામા ખાતે તપાસ કરાવી હતી ત્યારે આંચકો લાગ્યો હતો. કારણ કે ડ્રાઇવીંગ લાયસન્સ ડમી હતુ અને બંને મહિલાઓ ચુનો લગાવી કાર લઇ ફરાર થઇ ગઇ હતી.

ત્યારબાદ આ અંગે સરદારનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હેમરાજ રાઉલજીએ જણાવ્યું કે બંને મહિલાઓ વિરૂધ્ધ અનેક ફરિયાદ નોંધાઇ છે. જેમાં ઉદેપુરમાં તેઓ હોટલનું ભાડુ ચુકવ્યા વિના ફરાર થઇ ગઇ હતી તેમજ મુંબઇમાં પણ કારની લઇ નાસી ગયા હતા.

English summary
Ahmedabad : Two women run away by taking travel agency Innova car.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.