For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ હિંસા: કોંગ્રેસના કાઉન્સીલર શહેજાદ ખાન સહિત 49 લોકો ગિરફ્તાર, 5000 લોકો વિરૂદ્ધ FIR

નાગરિકત્વ સુધારણા કાયદા સામે દેશના અનેક રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા છે. ગુરુવારે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ગુજરાતમાં અમદાવાદમાં હિંસક દેખાવો થયા હતા.

|
Google Oneindia Gujarati News

નાગરિકત્વ સુધારણા કાયદા સામે દેશના અનેક રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા છે. ગુરુવારે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ગુજરાતમાં અમદાવાદમાં હિંસક દેખાવો થયા હતા. આ હિંસક પ્રદર્શનમાં ઘણા પોલીસ જવાન ઘાયલ થયા છે. પોલીસે આ હિંસા કેસમાં 5000 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ હિંસક પ્રદર્શન દરમિયાન ઘણા પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.

કોંગ્રેસના કાઉન્સિલર શહજાદ ખાન સહિત 49 ગિરફ્તાર

કોંગ્રેસના કાઉન્સિલર શહજાદ ખાન સહિત 49 ગિરફ્તાર

હિંસા ફેલાવવાના આરોપમાં અમદાવાદ પોલીસે 49 લોકોને અટકાયતમાં લીધા છે. કસ્ટડીમાં લેવામાં આવતા લોકોમાં કોંગ્રેસના કાઉન્સિલર શહજાદ ખાન પણ છે. ટોળાને શાંત કરવા દોડી આવેલા પોલીસકર્મીઓના વાહનો ઉપર પથ્થરમારો કરતા એક પોલીસકર્મી ભીડની વચ્ચે ફસાઇ ગયો હતો જેને લાકડીઓ વડે ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. શાહ આલમ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ પોલીસે વિરોધીઓને હટાવવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. આ સમય દરમિયાન વિરોધીઓએ પોલીસ વાહનોને નિશાન બનાવ્યા હતા.

5000 હજાર લોકો વિરૂદ્ધ એફઆઈઆર

આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ ઉપદ્રવી લોકોના ટોળાથી છટકી ગયા હતા, પરંતુ જે લોકો ભીડની વચ્ચે અટવાઈ ગયા હતા, તેઓને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણા પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. તે જ સમયે, આ સમગ્ર ઘટના પર, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ જાડેજાએ કહ્યું કે, અમદાવાદમાં હિંસાની બે ઘટના પ્રકાશમાં આવી. આ ઉપરાંત રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલ છે. આશરે 50 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. વીડિયો ફુટેજ દ્વારા હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

લખનૌમાં પણ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ

લખનૌમાં પણ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ

તમને જણાવી દઇએ કે, અમદાવાદ ઉપરાંત ગુરૂવારે પણ નાગરિકત્વ સંશોધ કાયદા અને એનઆરસી વિરૂદ્ધ વિરોધપક્ષોએ લખનૌની શેરીઓમાં દેખાવો કર્યા હતા. વિરોધ દરમિયાન અનેક બસોને આગ ચાંપી દેવામાં આવી હતી, જ્યારે વિરોધીઓ દ્વારા પોલીસની બે ચોકી બાળી નાખવામાં આવી હતી. આ સિવાય વિરોધીઓએ પોલીસ વાહનો પણ સળગાવી દીધા હતા. વિરોધીઓએ મીડિયાના વાહનોને પણ નિશાન બનાવ્યા અને ચાર ઓબી વાનને બાળી નાખી હતી.

English summary
Ahmedabad violence: 49 arrested, including Congress councilor Shahzad Khan, FIR against 5000 people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X