અમદાવાદના યોગ શિબિરમાં નોંધાશે 7 વર્લ્ડ રેકોર્ડ

Subscribe to Oneindia News

21 જુન એટલે વિશ્વ યોગ દિવસ. વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનો કાર્યક્રમ યોજાનાર છે, જેમાં યોગ ગુરૂ બાબા રામદેવ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહેશે. બાબા રામદેવ 18 જુનથી 21 જુન સુધી યોગ કરાવશે, પાંચ લાખથી પણ વધુ લોકો આ શિબિરમાં જોડાનાર છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોગ શિબિરની તૈયારી પૂરે જોશમાં ચાલી રહી છે, આ વખતના યોગ શિબિરમાં કુલ 7 અલગ-અલર પ્રકારના વિશ્વ રેકોર્ડ બનશે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં થનાર યોગ શિબિરને લઇ તંત્ર કામે લાગ્યું છે. સોમવારે કેબિનેટ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ખાસ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિબિરની વ્યવસ્થાને લઇ વિગતે ચર્ચા થઇ હતી. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનથી લઇને ગૃહ રાજ્યપ્રધાન આ શિબિરનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમનું આયોજન પતંજલિ અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ યોગ શિબિર કાર્યક્રમની વ્યવસ્થા માટે 18મી તારીખથી સમગ્ર જીએમડીસી ગ્રાઉન્ડના રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવશે. વ્યવસ્થામાં ફાયર વ્યવસ્થા, પોલીસ વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા રહેશે. પતંજલિના 3 હજારથી વધુ સ્વયં સેવકો પણ વ્યવસ્થાના કામે લાગશે. આ કાર્યક્રમમાં તંત્રને એક માત્ર ચિંતા વરસાદની છે.

English summary
Ahmedabad: 7 world records to be made in Yog shibir.
Please Wait while comments are loading...