અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારના બંગલામાંથી 8.73 લાખની ચોરી

Subscribe to Oneindia News

દિવાળીના તહેવાર બાદ પણ અમદાવાદ શહેરમાં ઘરફોડી ચોરીના કિસ્સા બહાર આવી રહ્યા છે. અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ ખાતે સ્ટાર બાઝાર સામે આવેલા પેલેશીયન બંગલોમાંથી તસ્કરોએ રૂપિયા 8.73 લાખની ચોરી કર્યાની વધુ એક ઘટના બહાર આવી છે. કાપડના વેપાર સાથે સંકળાયેલો પરિવાર દિવાળીના વેકેશનમાં સિંગાપોર ફરવા ગયો હતો, ત્યારે આ બનાવ બન્યો હતો. આ અંગે સેટેલાઇટ પોલીસે હાલ અજાણ્યા શખ્શો સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, આશીષ શાહ (ઉં વ. 45 બંગલા નંબર 21, પેલેશીયન બંગલો, સ્ટાર બાઝાર, સેટેલાઇટ) ખાતે પત્ની કૃપાબેન અને બે બાળકો સાથે રહે છે.

ahmedabad

દિવાળીનું વેકેશન હોવાથી તા. 21 ઓક્ટોબરના રોજ તેઓ પોતાના પરિવાર સાથે સિંગાપોર ફરવા ગયા હતા. તેઓ પોતાના મકાનની ચાવી તેમની જ સોસાયટીમાં આવેલા બંગલા નંબર 12-એ માં રહેતા સરોજબેન ગાંધીને આપીને ગયા હતા. તેમને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતો તેજપાલ પટેલ કે જે તેમના બંગલામાં આવેલ સર્વન્ટ ક્વાટર્સમાં જ રહેતો હતો, તેને આ બાબતે જાણ હતી. તેજપાલ પટેલ પણ બીજા દિવસે તેના રાજસ્થાન પોતાના વતન જવાનો હતો. આ દરિમયાન તા.1લી નવેમ્બરના રોજ આશીષભાઇ શાહ પરત આવી જવાના હોવાથી તેમણે તેમને ત્યાં નિયમિત કારની સફાઇ કરતા મહેશભાઇ રબારીને ફોન કરીને બંગલાની સાફ-સફાઇ કરવા સુચના આપી હતી. બુધવારે મહેશભાઇએ સાફ-સફાઇ માટે ઘર ખોલ્યું તો મોટાભાગનો સામાન વેરવિખેર પડ્યો હતો અને ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમની બારીની ગ્રીલ તુટેલી હતી. તાપસ કરતાં ખબર પડી કે, ઘરમાંથી રોકડ રૂપિયા 50,000ના સોના-ચાંદી અને ડાયમંડના દાગીના મળીને કુલ રૂપિયા 8.73 લાખની ચોરી થઇ હતી. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.દવેએ તપાસ શરૂ કરી છે.

English summary
Ahmedabd: Burglary of 8.73 lakh in Satellite area.
Please Wait while comments are loading...