For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડમાં ફ્લેગશીપ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો!

કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓના લભાર્થીઓને લાભ એનાયત કરવાનો કાર્યક્રમ વલસાડ જિલ્લાના સ્વામિનારાયણ મંદિર, તિથલના પટાંગણમાં યોજાયો હતો. આ કાર્યક્રમ રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો હતો.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓના લભાર્થીઓને લાભ એનાયત કરવાનો કાર્યક્રમ વલસાડ જિલ્લાના સ્વામિનારાયણ મંદિર, તિથલના પટાંગણમાં યોજાયો હતો. આ કાર્યક્રમ રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો હતો.

flagship scheme

જે કાર્યક્રમમાં જિલ્લાના 3 ગ્રામ સખી સંઘોને એન.આર.એલ.એમ યોજના હેઠળ કુલ રૂ.૨૧ લાખ, મુદ્રા યોજના હેઠળ 3 લાભાર્થીઓને કુલ રૂ.૯.૧૯ લાખ, વ્યક્તિગત મકાન સહાય, આદિમજૂથ આવાસ અને હળપતિ આવાસ યોજના હેઠળ ૪ લાભાર્થીઓને કુલ રૂ.૨ લાખ, સ્વ સહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ હેઠળ કુલ રૂ.૧.૫ લાખના અને કુંવરબાઈ મામેરૂ યોજના હેઠળ ૨ લાભાર્થીઓને કુલ રૂ.૨૪ હજારના ચેકોનું વિતરણ કર્યું હતુ. તેમજ જિલ્લા ૨ લાભાર્થીઓને ઉદ્યોગ કેન્દ્ર રૂની દિવેટ બનાવવાના સાધન, વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ હેઠળ જંગલ જમીન માટેનું અધિકારપત્ર, HWC, PMVVY અને PMJAY હેઠળ 3 લાભર્થીઓને પ્રમાણપત્ર અને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કીટ એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુ દેસાઇએ કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના જેવી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના, પોષણ અભિયાન, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, PM- સ્વનીધિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવાલા યોજના, વન નેશન વન રેશન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કર્યા હતા. જિલ્લાની ૪૭ ગ્રામ પંચાયતો માટે ૧૫માં નાણાંપંચની જિલ્લા અને તાલુકા કક્ષાની ગ્રાંટમાંથી ૨.૭૮ કરોડની કિંમતના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનોને લીલી ઝંડી આપી સ્વછતા અર્થે પ્રસ્થાન કરાવ્યું હતું.

English summary
Aid distribution program to the beneficiaries of flagship scheme was held in Valsad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X