અક્ષરધામના વોન્ટેડ આરોપીના રિમાન્ડ કોર્ટે કર્યા નામંજુર

Subscribe to Oneindia News

ગાંધીનગર અક્ષરધામ હુમલા કેસમાં વોન્ટેડ આરોપી અબ્દુસ રસીદ સુલેમાન અજમેરી રહે. દાણાપીઠ શાહપુરને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે તે પછી તેને વિશેષ જજને ત્યાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા આંતકી અજમેરીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે કોર્ટ દ્વારા તેના રિમાન્ડ નામંજુર કરીને આરોપીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સાથોસાથ ક્રાઇમ બ્રાંચને સત્તા આપવામાં આવી હતી કે પોલીસ અધિકારીઓ તેની જેલમાં કેસ સંદર્ભમાં પુછપરછ કરી શકશે. અબ્દુલરશીદ અજમેરી અક્ષરધામ હુમલાની યોજનામાં તેણે સાઉદી અરેબિયામાં જૈશ એ મહમદ અને લશ્કર એ તૌઇબા જેવા આંતકી સંગઠન સાથે સંકળાયેલા આંતકીઓ સાથે મળીને 2002 ગોધરા કાંડનો બદલો લેવા માટેના ઇરાદાથી મીંટીગ કરી હતી.

abdul rashid

જેમાં આંતકીઓને ફન્ડીંગ પુરી પાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. ત્યારબાદ તા.24.9.2002ના રોજ આયોજનબંધ રીતે અક્ષરધામ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 34 હરિભક્તોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ 85 લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. આ અંગે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ઇન્ડીયન પીનલ કોડની કલમ 120 (બી), 121 (ક), 122, 123, 124 (ક), 302, 307, 451, 153 એ મુજબ, તેમજ આર્મસ એક્ટરની કલમ 25 (1)એએ, 27, 28 તેમદ એક્સપ્લોઝીવ એક્ટની કલમ 3, 4 (એબી) 5, તથા બીપી એક્ટની કસમ 135 (1) તથા પોટા એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અબ્દુલરશીદ અજમેરી નો નાનો ભાઇ અમદાવાદમાં રહેતો હતો એને તેણે આતંકીઓ માટે રહેવા. જમવાની સુવિદ્યા પુરી પાડી હતી.

English summary
Akshardham temple terror attack mastermind presented to court by police.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.