For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતને કરાટે 'શીખવશે' અક્ષય-મોદીની જોડી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 ઑગસ્ટઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રમોદીની આજે હિન્દી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા પરેશ રાવલ અને અક્ષય કુમારે સૌજન્ય મુલાકાત લીધી હતી. જે દરમિયાન અભિનેતા અને મોદી વચ્ચે રમત-ગમતની પ્રવૃત્તિને અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ તકે ગુજરાતના મુખ્યમંત્રીના પ્રેરક માર્ગદર્શન હેઠળ સર્વાંગી વિકાસ ઉપરાંત રમત-ગમત પ્રવૃત્તિ અને યુવા વિકાસ માટે જે નવીનત્તમ પહેલ કરવામાં આવી છે, તેનાથી મુલાકાતે આવેલા અભિનેતાઓ ખુબજ પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત ખેલ જગતમાં પણ ઉમદા ભૂમિકા ભજવે એ ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને વિશેષમાં જૂડો-કરાટે જેવા શારિરીક માનસિક ક્ષમતા વર્ધનના વ્યાયામ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવાની તત્પરતા અક્ષય કુમાર અને પરેશ રાવલે વ્યક્ત કરી હતી.

<strong>(વાંચો મોદી અને બૉલીવુડ વચ્ચે મજબૂત કનેક્શન)</strong>(વાંચો મોદી અને બૉલીવુડ વચ્ચે મજબૂત કનેક્શન)

તો બીજી તરફ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, યોગ યુનિવર્સિટી અને વ્યાયામ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમની રૂપરેખા આપી હતી. યુવક સેવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના સચિવ ભાગ્યેશ જ્હા પણ આ પ્રંસગે ઉપસ્થિત રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે અક્ષય કુમાર ભારતની વિવિધ ભાષાઓમાં પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મોનું નિર્માણ કરવાની તૈયારીમાં છે, જેમાં ગુજરાતી ફિલ્મ જગત પણ આવી જાય છે. તેથી એવી ધારણા પણ બાંધવામાં આવી રહી છે કે, આ મુલાકાત દરમિયાન ગુજરાતી ફિલ્મોના નિર્માણ માટે અક્ષય કુમારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરીને સહયોગ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી હોય.

જૂડો-કરાટે માં યોગદાન આપવા બતાવી તત્પરતા

જૂડો-કરાટે માં યોગદાન આપવા બતાવી તત્પરતા

ગુજરાત ખેલ જગતમાં પણ ઉમદા ભૂમિકા ભજવે એ ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને વિશેષમાં જૂડો-કરાટે જેવા શારિરીક માનસિક ક્ષમતા વર્ધનના વ્યાયામ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવાની તત્પરતા અક્ષય કુમાર અને પરેશ રાવલે વ્યક્ત કરી હતી.

રમત-ગમત પ્રવૃત્તિ અંગે ચર્ચા

રમત-ગમત પ્રવૃત્તિ અંગે ચર્ચા

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પરેશ રાવલ અને અક્ષય કુમારે રમત-ગમત પ્રવૃત્તિ અંગે ચર્ચા કરી હતી.

હળવી પળોમાં

હળવી પળોમાં

સૌજન્ય મુલાકાત સમયે મોદી, અક્કી અને પરેશ રાવલે હળવી પળો માણી હતી.

મોદી સાથે માણી હળવી પળો

મોદી સાથે માણી હળવી પળો

સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને જૂડો કરાટેના પ્રોત્સાહન અંગે ચર્ચા કરતી વખતે અક્ષય અને પરેશ રાવલે મોદી સાથે હળવી પળો માણી હતી.

અક્ષય કુમાર સાથે ગહન ચર્ચા

અક્ષય કુમાર સાથે ગહન ચર્ચા

અક્ષય કુમાર સાથે ચર્ચા કરતી વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, યોગ યુનિવર્સિટી અને વ્યાયામ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમની રૂપરેખા આપી હતી.

English summary
Akshay Kumar paid a quick visit to the Gujarat chief minister’s office. Paresh Rawal, who was also in the city, joined the actor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X