હોટસ્પોટ કલોલના રાંચરડા ગામમાંથી તમામ 42 રીપોર્ટ નેગેટિવ આવતાં તંત્રને હાશકારો
હોટસ્પોટ કલોલના રાંચરડા ગામમાંથી તમામ 42 રીપોર્ટ નેગેટિવ આવતાં તંત્રને હાશકારો
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં રાંચરડા ગામ ખાતે ૪૨ રીપોર્ટ લેવામાં આવ્યા હતા. જે તમામ નેગેટિવ આવ્યા છે. તેમજ હોટ સ્પોટ વિસ્તાર ખોરજમાં ૧૪ દિવસનું હાઉસ ટુ હાઉસ સર્વે પુર્ણ થયું હોવાનું મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સોલંકીએ જણાવ્યું છે. ગાંધીનગર જિલ્લાના હોટ સ્પોટ વિસ્તાર રાંચરડામાં ગામની વસ્તી કેન્દ્રમાં રાખી ૧૪ દિવસ માટે હાઉસ ટુ હાઉસ સર્વે, આઇ.ઇ.સી. પ્રવૃત્તિ, માઇક પ્રચારની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યુ. જે મુજબ દરરોજ કામગીરી કરી તેનું મોનીટરીંગ કરી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે એનાલિસિસ કરવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં સોડિયમ હાઇપોકલોરાઇડ સોલ્યુશન દ્વારા સળંગ ત્રણ દિવસ સુધી સ્પ્રેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોટ સ્પોટ વિસ્તાર રાંચરડામાંથી લેવામાં આવેલા ૪૨ રીપોર્ટમાંથી તમામ રીપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે પણ હાશકારો લીધો છે.

કન્ટેમન્ટ પ્લાન પ્રમાણે આરોગ્યની સર્વે કામગીરી
જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. સોંલકીએ જણાવ્યું કે, ૧૧મી એપ્રિલના રોજ વેડા અને પેથાપુર કલસ્ટરના ૧૪ દિવસ પૂર્ણ થયા છે. ૧૩મી એપ્રિલના રોજ ખોરજ કલસ્ટરના ૧૪ દિવસ પૂર્ણ થયા છે. ૧૪મી એપ્રિલથી કલોલ તાલુકાના રાંચરડાના હોટ સ્પોટ વિસ્તારમાં કામગીરી ચાલુ રહેશે. કલોલના કન્ટેન્ટેમન્ટ પ્લાનમાં બતાવ્યા મુજબની ૭,૧૯૨ ની વસ્તીમાં સર્વેની કામગીરી કરવાની થાય છે. જિલ્લા કક્ષાની ટીમ અને એમ.ઓ. રાંચરડાની ટીમોને આંતરિક સંકલનમાં રહી ૧૨ ટીમોની રચના કરી ત્રણ ગામોની તમામ વસ્તીને આવરી લેવા તથા એમ.ઓ. રાંચરડા તથા જિલ્લા કક્ષાની ટીમ સંકલન કરી જે મેપ બનાવ્યો તે અનુસંધાને કામ કરવામાં આવશે. અમદાવાદમાં ગઇકાલે અને આજરોજ ઇમેલ દ્વારા બફર ઝોનમાં કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
