For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં બેંકની હડતાળમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા

ગુજરાત ભરમાં અરવલ્લી અને ભરૂચ સમેત બેંક હડતાળનો કર્મચારીઓએ કેવો વિરોધ કર્યો જુઓ આ તસવીરોમાં

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

દેશભરમાં પડતર પ્રશ્નોને લઇ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી સંગઠનોએ આજે, એક દિવસીય બેંક હડતાળ પાડી કામકાજથી અળગા રહી વિરોધ પ્રદર્શન કર્યો હતો. આજની બેંક હડતાળ ના કારણે કરોડો રૂપિયા નુ ક્લિયરન્સ પણ ખોરવાયો હતો તેવું પણ જાણવા મળ્યું હતું. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ કે જેની સાથે ૯ જેટલા સંગઠનો જોડાયેલા છે તેના નેજા હેઠળ આજ રોજ દેશ ભર માં બેંક હડતાળ યોજાઈ હતી.

bank

જેમાં ગુજરાતમાં પણ મોટી સંખ્યા માં કર્મચારીઓ જોડાયા હતા. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ મુજબ સરકાર હવે રાષ્ટ્રીય કૃત બેંકોના ખાનગી બેંકો જોડે મર્જ કરી તેને સીમિત કરવા માંગે છે અને બેંકો સંખ્યા ઓછી કરવા માંગે છે તેનાથી આમ જનતાનું હિત જોખમાશે તેવી બેંક કર્મચારીઓમાં મુખ્ય માંગ છે. જે મુજબ બેંકિંગ કાનૂનમાં સુધારો તેમજ શ્રમ કાનૂન માં સુધારો અને નોટ બંધી દરમ્યાન વિપરીત પરિસ્થિતિમાં કામ કરનાર કર્મચારીઓને મહેનતાણું ચૂકવવામાં આવે તેવી માંગણી તેમણે સરકારથી કરી છે.

panjab bank gujarat

વધુમાં ગ્રેજ્યૂટી કર્મચારી જયારે નિવૃત થાય ત્યારે તેમની ચૂકવવાણીના પૈસાને આવકવેરા માંથી મુક્તિ આપવામાં આવે જેવી વિવિધ માંગો સાથે આજ ની હડતાળમાં બેંક ના હજારો કર્મચારીઓ જોડાયા હતા અને ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ ના પાંચબત્તી ખાતે આવેલ સેન્ટ્રલ બેંક ખાતે થી કર્મચારીઓ એ ભારે સુત્રોચ્ચાર અને બેનરો સાથે રેલી કાઢી સ્ટેટ બેંક પહોંચ્યા હતા. તો બીજી તરફ અરવલ્લીમાં પણ બેંકો આજે બંધ રહી હતી

English summary
Gujarat: All over in Gujarat bank employees protest on bank strikes today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X