ફરજીયાત હેલ્મેટ પહેરવા તમામ પોલીસકર્મી ઓને કરાયો આદેશ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

રાજ્યનો ગૃહ વિભાગ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા ઉપરાંત માથાનો દુખાવો બની ગયેલી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. એક મોટા ભાગના પોલીસ કર્મચારીઓ જ ટ્રાફિક ના નિયમોનું સરેઆમ ભંગ કરતા હોવાથી પોલીસ વિભાગ જ શરમજનક સ્થિતિમાં મુકાઈ જતો હોય છે. ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ આ બાબતને ધ્યાનમાં લઇને રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને એક પરિપત્ર પાઠવી આદેશ કર્યો છે કે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ એ ફરજીયાત પણે હેલ્મેટ પહેરવું અને તેનો અમલ તાત્કાલિક અસરથી કરવો અને પરિપત્ર ના આદેશ નો અમલ નહિ કરનાર સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

shivanand jha

આમ, ડીજીપી શિવાનંદ ઝા એ પોતાના શિસ્ત મુજબ રાજ્યમાં પોલીસ વિભાગની ઇમેજ બદલવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. આ પહેલા શિવાનંદ ઝા એ એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે પોલીસે ફરજ દરમિયાન યુનિફોર્મ ફરજીયાત પહેરવા પહેરવા આદેશ આપ્યો હતો.

English summary
All the policemen have been ordered to wear compulsory helmets

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.